Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : પ્રાંતિજની સેવાભાવી સંસ્થાઓ દ્વારા કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું

સાબરકાંઠા : પ્રાંતિજની સેવાભાવી સંસ્થાઓ દ્વારા કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માન કરાયું
X

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તબીબો અને 108 ઈમરજન્સી સેવાના સ્ટાફકર્મીઓનું શહેરની સેવાભાવી સંસ્થાઓ દ્વારા પ્રમાણ પત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રાંતિજ ખાતે કોરોનાના કપરા કાળમાં પણ પોતાના જીવની પરવા કર્યા વગર નિસ્વાર્થપણે સેવા આપનાર તમામ કોરોના વોરિયર્સોનું સન્માન કરવામાં આવ્યું હતું. સેવાભાવી સંસ્થા તરીકે કાર્યરત જાયંટ્સ ગ્રુપ ઓફ પ્રાંતિજ તથા મંગલોદય સેવા પ્રતિષ્ઠાન, પ્રાંતિજ તથા એકલવ્ય ફાઉન્ડેશન દ્વારા પ્રાંતિજની ગાયત્રી હોસ્પિટલ ખાતે તબીબો અને 108 ઈમરજન્સી સેવાના સ્ટાફકર્મી, વિવિધ સમાજના આગેવાનો, સરપંચોને પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જાયંટ્સ ગ્રુપના પ્રમુખ ડો. કેયુર પ્રજાપતિ, ડો. એન.કે.ડેરીયા, મહંત સુનીલદાસ મહારાજ, હાર્દિક બ્રહ્મભટ્ટ, વજેશ ભાવસાર સહિત મોટી સંખ્યામાં જાયંટ્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story
Share it