Connect Gujarat
ગુજરાત

સાબરકાંઠા : વીતેલા વર્ષનું સુખ દુઃખ જતું કરી ધરતીપુત્રોએ અખાત્રીજના દિવસે કર્યો નવા વર્ષનો પ્રારંભ

ભૂમિપુત્રોએ બળદગાળા અને શણગારી બળદોનુ મોં મીઠું કરાવી વીતેલા વર્ષનું સુખ દુઃખ જતું કરી નવા વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો

સાબરકાંઠા : વીતેલા વર્ષનું સુખ દુઃખ જતું કરી ધરતીપુત્રોએ અખાત્રીજના દિવસે કર્યો નવા વર્ષનો પ્રારંભ
X

સાબરકાંઠા જિલ્લામાં અખાત્રીજના દિવસે ધરતીપુત્રોએ પશુઓની પૂજનવિધિ પૂર્ણ કરી ખેતર ખેડીને નવા કૃષિ વર્ષની ઉજવણીમાં જોતરાયા હતા. આજરોજ અખાત્રીજના પવિત્ર દિવસે સાબરકાંઠા જિલ્લામાં ધરતીપુત્રોએ પશુ અને બળદોના શીંગડાને રંગરોગાન કરી સાગમટે ગ્રામ અને શહેરી વિસ્તારના ભૂમિપુત્રોએ હળ જોડી અને ખેતર ખેડીને નવા કૃષિ વર્ષની ઉજવણીનું ખાતમુહર્ત કર્યું હતું. દર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજે ભૂમિપુત્રો એકસાથે એકજ જગ્યાએ એક ખેતરમાં ભેગા મળી હળ જોડી ખેતરમાં પહોંચી હળ જોતરી ખેતીનું મુહર્ત કર્યું હતું.

ભૂમિપુત્રોએ બળદગાળા અને શણગારી બળદોનુ મોં મીઠું કરાવી વીતેલા વર્ષનું સુખ દુઃખ જતું કરી નવા વર્ષનો ઉમંગભેર પ્રારંભ કર્યો હતો. સાથે જ વર્ષ દરમિયાન કયા પ્રકારની વાવણી કરવી તેનું આગોતરું આયોજન કર્યું હતું. તેમજ ગત વર્ષના ખેતીમાં થયેલા નફા-નુકશાન અંગે સરવૈયું કાઢવાની સાથે ખેતી માટે રાખેલ ખેત મજૂરો અને ભાગિયાઓના હિસાબો સમેટી લઈ નવા વર્ષનું કામકાજ શરૂ કર્યું હતું.

Next Story