Connect Gujarat
ગુજરાત

સુરત : ડો. બાબાસાહેબ આંબેડકરના ધર્મપત્ની રમાબાઈની પુણ્યતિથિ નિમિત્તે નાગસેન નગર ખાતે યોજાયો માનવ વંદનાના કાર્યક્રમ

ભારતીય સવિધાનના ઘડવૈયા અને દેશના પ્રથમ કાનૂન મંત્રી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પત્નીની પુણ્યતિથિ નિમિત્તે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર ખાતે બુદ્ધ વિહાર વિદ્યાર્થીઓ દ્વારા માનવ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરત : ડો. બાબાસાહેબ આંબેડકરના ધર્મપત્ની રમાબાઈની પુણ્યતિથિ નિમિત્તે નાગસેન નગર ખાતે યોજાયો માનવ વંદનાના કાર્યક્રમ
X


ભારતીય સવિધાનના ઘડવૈયા અને દેશના પ્રથમ કાનૂન મંત્રી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પત્નીની પુણ્યતિથિ નિમિત્તે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ નાગસેન નગર ખાતે બુદ્ધ વિહાર વિદ્યાર્થીઓ દ્વારા માનવ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમા માતાના જીવન પર પ્રબોધન કરી લોકોને રમા માતાના સંઘર્ષમય જીવન વિશે માહિતગાર કરાયા હતા.

દેશના પ્રથમ કાયદા મંત્રી અને બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરને કોણ નથી જાણતું! બાળપણથી જ ભેદભાવનો સામનો કરનારા આંબેડકરને તેમના જીવનમાં કોઈ ઓછા પડકારોનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ દરેક પડકારનો સામનો કરીને તેમણે પોતાને સાબિત કરી બતાવ્યા હતા. ડૉ. ભીમરાવ આંબેડકરએ શોષિત સમાજના ઉત્થાન માટે જ નહીં પરંતુ દેશના તમામ નાગરિકો માટે તેમને ભારતીય સવિધાન લખી હક અધિકાર આપ્યા એટલું બધું કર્યું કે' આની પાછળ તેમની પત્ની રમાબાઈ આંબેડકરનો પણ મહત્વનો ફાળો હતો, જેમણે તેમને દરેક પગલે સાથ આપ્યો હતો. રમાબાઈની પુણ્યતિથિ છે દેશભરમાં એમને યાદ કરવામાં આવી રહ્યા છે.

ભીમરાવ આંબેડકરના લગ્ન માત્ર 15 વર્ષની ઉંમરે થયા હતા. રમાબાઈને પોતાનું પુસ્તક "થોટ્સ ઓન પાકિસ્તાન" અર્પણ કરતાં ડૉ.આંબેડકરે લખ્યું છે કે, તેમને સાધારણ વ્યક્તિમાંથી બાબાસાહેબ આંબેડકર બનાવવાનો શ્રેય રમાબાઈને જાય છે, જે દરેક પરિસ્થિતિમાં તેમની સાથે રહી. તેમના કારણે જ આંબેડકર બહાર જઈને પોતાનો અભ્યાસ પૂરો કરી શક્યા હતા. રમાબાઈને લોકોના ટોણા બહુ સાંભળવા મળતા. તે દરેક નાની-મોટી મજૂરી કરીને રોજીરોટી મેળવતા રહ્યા હતા અને ઘર સંભાળતા લગ્ન પછી તરત જ, રમાબાઈ સમજી ગયા કે, શોષિતોનું ઉત્કર્ષ શિક્ષણ દ્વારા જ શક્ય છે. તે જાણતા હતા કે ડો. ભીમરાવ શિક્ષિત થશે તો જ તેઓ સમગ્ર સમાજને શિક્ષણ પ્રત્યે જાગૃત કરી શકશે. તેથી તેમણે ડૉ. આંબેડકરના અભ્યાસનો ખર્ચ વધારવામાં પણ મદદ કરી હતી. તા. 7 ફેબ્રુઆરી 1898ના રોજ જન્મેલા રમાબાઈના માતા-પિતાનું બાળપણમાં જ અવસાન થયું હતું. ઘરની આર્થિક સ્થિતિ સારી ન હતી. આવી સ્થિતિમાં તેમનો ઉછેર તેમના મામા સાથે થયો અને તેમના મામાએ તેમના લગ્ન ભીમરાવ આંબેડકર સાથે કરાવ્યા. ભીમરાવ આંબેડકરે તેમની પત્ની રમાબાઈને પ્રેમથી 'રામુ' કહીને બોલાવતા હતા. તે જ સમયે રમાબાઈ પણ તેમને પ્રેમથી સાહેબ કહેતા. બાબાસાહેબના શોષિત વંચિત ઉત્થાન માટેના સંઘર્ષમાં રમાબાઈએ તેમના અંતિમ શ્વાસ સુધી તેમનો સાથ આપ્યો. તા. 27 મેં 1935ના રોજ લોકોની સેવા કરતા તેમનું બીમારીથી મૃત્યુ નીપજયું હતું.

Next Story