Connect Gujarat
ગુજરાત

સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં સુરતના પોલીસ અધિકારીઓ સંભાળશે વધારાનો ચાર્જ,વાંચો ગૃહ વિભાગે શું કર્યો આદેશ

બન્ને અધિકારીઓ સોંપવામાં આવેલા વધારાના ચાર્જ વાળી જગ્યાએ કેમ્પ રાખવાનો રહેશે.

સૌરાષ્ટ્રના 2 જિલ્લામાં સુરતના પોલીસ અધિકારીઓ સંભાળશે વધારાનો ચાર્જ,વાંચો ગૃહ વિભાગે શું કર્યો આદેશ
X

પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ સુરતના 2 પોલીસ અધિકારીઓ માટે આદેશ રવાના કર્યા છે. પોલીસ અધિકારી જેતપુર વિભાગ, રાજકોટ ગ્રામ્ય તેમજ વિભાગીય પોલીસ અધિકારી, જામનગર વિભાગની ખાલી પડેલી જગ્યા પર વધારાનો હવાલો સોંપાયો છે.વિભાગીય પોલીસ અધિકારી જેતપુર વિભાગ, રાજકોટ ગ્રામ્ય ખાલી પડેલ જગ્યા પર વધારાનો હવાલો મયુર એમ,રાજપુત, નાયબ પોલીસ અધિક્ષક, સુરત શહેર અને બીજો હુકમ ના થાય ત્યાં સુધી સંભાળવાનો રહેશે

વિભાગીય પોલીસ અધિકારી, જામનગર વિભાગ, જીલ્લો જામનગર ખાલી પડેલ જગ્યા પર વધારાનો હવાલો જયવિરસિંહ એન.ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક, સુરત શહેર અને બીજો હુકમ ના થાય ત્યાં સુધી સંભાળવાનો રહેશે ઉક્ત બન્ને અધિકારીઓ સોંપવામાં આવેલા વધારાના ચાર્જ વાળી જગ્યાએ કેમ્પ રાખવાનો રહેશે. તેમજ જગ્યા ચાર્જ સંભાળી તે અંગેની જાણ ગૃહ વિભાગ તથા અત્રેની કચેરી ખાતે કરવાની રહેશે

Next Story