સમગ્ર દેશમાં ભાઇ અને બહેનના પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી કરાઇ રહી છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં વૃક્ષને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવાની પરંપરા ચાલતી આવી છે......
ભાઇ બહેનના હેતનો પવિત્ર દિવસ એટલે રક્ષાબંધન. રક્ષાબંધનના દિવસે બહેન પોતાના ભાઇના કાંડે રાખડી બાંધે છે પણ સુરેન્દ્રનગરના વઢવાણમાં નવી પરંપરા શરૂ કરવામાં આવી છે અને તે છેલ્લા 11 વર્ષથી ચાલી આવે છે. વઢવાણના પુર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ આ પરંપરા શરૂ કરી છે. તેઓ પહેલા રાખડી વૃક્ષને બાંધે છે અને પછી પોતાના લાડકા ભાઇને. વૃક્ષને એટલા માટે રાખડી બાંધવામાં આવે છે કે વૃક્ષનું જીવનમાં ખુબ મહત્વ છે. લોકોને પર્યાવરણના જતનની પ્રેરણા મળે તે માટે આ નવતર અભિગમ અપનાવાયો છે.સુરેન્દ્રનગરના ટાગોર બાગમાં વૃક્ષોને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપના મહીલા મોરચાના પ્રમુખ હેતલબેન જાની , થાનગઢ પાલીકા પ્રમુખ લીનાબેન ડોડીયા, સહીત મોટી સંખ્યામાં મહિલાઓ આ અનોખા કાર્યમાં સહભાગી બની હતી. આ અવસરે સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરાયું હતું.