સુરેન્દ્રનગર : શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ બની ગોઝારી કેનાલ: કેનાલમાં ડૂબી જવાથી બેનાં મોત

રવિવારે કેનાલમાં કૂદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો

New Update

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી કેનાલ બનવા પામી છે. જેમાં કેનાલમાં ડૂબી જવાથી બેનાં કમકમાટીભર્યા મોત નિપજવાની ઘટના સામે આવી છે. રવિવારે કેનાલમાં કુદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો.

સુરેન્દ્રનગર શહેરમાંથી પસાર થતી નર્મદા કેનાલ ગોઝારી કેનાલ બનવા પામી છે. જેમાં કેનાલમાં ડૂબી જવાથી બેનાં કમકમાટીભર્યા મોત નિપજવાની ઘટના સામે આવી છે. જેમાં એક બાજુ સુરેન્દ્રનગર દૂધરેજ કેનાલમાં ડૂબી ગયેલી દોઢ વર્ષની બાળકી લાશને ફાયરબ્રિગેડના જવાનોએ બહાર કાઢી હતી. જ્યારે રવિવારે કેનાલમાં કુદી એક યુવાને આત્મહત્યા કરી હતી અને મોડી સાંજે એક મહિલાને પણ બાળકી સાથે કેનાલમાં પડવાનો બનાવ બન્યો હતો.

સુરેન્દ્રનગરમાં રવિવારે સાંજના સમયે બાળકી તેની માતા સાથે જઇ રહી હતી તે સમયે માતાને ચક્કર આવતા બાળકી અને માતા બંને કેનાલમાં પડી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક યુવાનોએ માતાને બચાવી લીધી હતી. પરંતુ બાળકીનો પત્તો ન લાગતા આજે વહેલી સવારથી ફાયરની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરાઇ હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે બનાવના સ્થળે દોડી જઇ બાળકીની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતે મોત અંગે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે,

New Update
guj

હવામાન વિભાગની આગાહી મુજબ હવે કચ્છ અને સૌરાષ્ટ્રમાં 9 જુલાઇથી વરસાદનું જોર ઘટી જશે પરંતુ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં મેઘમહેર યથાવત રહેશે, વિસ્તારોમાં ક્યાંક ભારે તો ક્યાંક મધ્યમ વરસાદનું અનુમાન છે.

હવામાન વિભાગની આગાહી મુજબઆજથી છ દિવસ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. આજે નવસારી અને વલસાડમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદ ખાબકવાનું અનુમાન.. તો સંઘપ્રદેશ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બંગાળની ખાડીમાં એક લો પ્રેશર એરિયા સર્જાયું છે.  જે આગળ વધીને મધ્ય પ્રદેશ તરફ જશે, જેની અસર ગુજરાત પર થતાં વરસાદ પડશે. 9 જુલાઇ બાદથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે પરંતુ હળવોથી મધ્યમ વરસાદ વરસતો રહેશે. દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત,ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 9 જુલાઇ બાદ વરસાગદનું જોર વધશે અને આ વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ વરસતો રહેશે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં  ખેડા, પંચમહાલ, આણંદમાં વરસાદની શક્યતા છે. વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદામાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ 12 જુલાઇ બાદ સૌરાષ્ટ્ર કચ્છમાં મોટાભાગના વિસ્તારમાં વરસાદ બંધ થઇ જશે. આ વિસ્તારમાં 12 જુલાઇ બાદ વરાપ નીકળશે. છોટા ઉદેપુર, અમદાવાદ, મહિસાગર, અરવલ્લીમાં મધ્યમથી ભારે વરસાદનું અનુમાન છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં પણ મધ્યમ કરતા વધુ વરસાદ વરસી શકે છે.

Latest Stories