સુરેન્દ્રનગર : જયપુર નેશનલ લેવલની કબડ્ડી સ્પર્ધામાં પાનવાના ખેલાડીએ મેડલોની હારમાળા સર્જી
મન હોય તો માળવે જવાય' એ ઉક્તિને પાટડી તાલુકાના ખોબા જેવડા પાનવા ગામના ખેતીકામ કરતા શ્રમિકના પુત્રએ યથાર્થ ઠેરવી છે. માત્ર 18 વર્ષના આનંદ ઠાકોરે જયપુર નેશનલ લેવલ કબડ્ડી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી મેડલોની હારમાળા સર્જી છે.

'મન હોય તો માળવે જવાય' એ ઉક્તિને પાટડી તાલુકાના ખોબા જેવડા પાનવા ગામના ખેતીકામ કરતા શ્રમિકના પુત્રએ યથાર્થ ઠેરવી છે. માત્ર 18 વર્ષના આનંદ ઠાકોરે જયપુર નેશનલ લેવલ કબડ્ડી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી મેડલોની હારમાળા સર્જી છે. તો ઊંઝામાં રમાયેલી કબડ્ડી સ્પર્ધામાં સીલેક્શન થયા બાદ જયપુર નેશનલ કબડ્ડી સ્પર્ધામાં રૂ. 41,000 રોકડા, ટ્રોફી અને ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે.
ગુજરાતના ખુણે-ખુણાના ગામડાઓમાં અનોખી પ્રતિભાઓ ધરોબાયેલી પડી છે, એનું સચોટ ઉદાહરણ પાટડી તાલુકાના ખોબા જેવડા છેવાડાના પાનવા ગામે જોવા મળ્યું છે. પાટડી તાલુકાના પાનવા ગામે રહેતા ધીરૂ ઠાકોર અને એમની પત્નિ કેશી ઠાકોર ખેતમજૂરી કામ થકી પોતાના પરિવારનું પેટીયું રળે છે. અથાગ મહેનત સાથે પેટે પાટા બાંધી એમણે પોતાના બન્ને દિકરા પરેશ અને આનંદને ભણાવ્યા હતા. જેમાં હાલ મોટો દિકરો પરેશ હાંસલપુરની એક કંપનીમાં નોકરી કરે છે, જ્યારે નાના દિકરા આનંદે ધોરણ 9 સુધીનો અભ્યાસ માંડલ તાલુકાના શેલ ગામે પુરૂ કરી આગળ પાટડી આઇટીઆઇમાં કોર્ષ કર્યો હતો. પરંતુ નાનપણથી જ કબડ્ડી રમવામાં અવ્વલ આનંદ ઠાકોરે પાનવા પ્રાથમિક શાળામાં ચોથા ધોરણમાં પ્રથમ વખત કબડ્ડીમાં ભાગ લીધા બાદ ક્યારેય પાછુ વળીને જોયું નથી. ગ્રામ્ય લેવલ બાદ તાલુકા અને જીલ્લા લેવલે કબડ્ડી સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યા બાદ ગુજરાતની કબડ્ડી ટીમમાં પ્રવેશ મેળવી આનંદ ઠાકોર મહિના અગાઉ ગુજરાતની ટીમ વતી હરીયાણા કબડ્ડી સ્પર્ધા રમવા ગયો હતો. જ્યાં તમામ હરીફ ટીમોને હરાવી એમની ટીમ સ્પર્ધામાં પ્રથમ આવતા પાનવાના આનંદ ઠાકોરને રૂ. 31,000 રોકડા અને ટ્રોફી એનાયત થઇ હતી. તાજેતરમાં આનંદ ઠાકોરે જયપુર નેશનલ લેવલ કબડ્ડી સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી મેડલોની હારમાળા સર્જી છે. ઊંઝામાં રમાયેલી કબડ્ડી સ્પર્ધામાં સીલેક્શન થયા બાદ જયપુર નેશનલ કબડ્ડી સ્પર્ધામાં પંજાબ, હરીયાણા અને આંધ્રપ્રદેશની ટીમોને હરાવવાની સાથે રૂ. 41,000 રોકડા, ટ્રોફી અને ગોલ્ડ મેડલ મેળવી ઇતિહાસ રચવાની સાથે પછાત ગણાતા રણકાંઠાનું નામ રાષ્ટ્રીય ફલક પર ગુંજતુ કર્યુ છે.
ગુજરાત તરફથી કબડ્ડી રમતા આ યુવાનની ટીમેં હરીયાણા અને નેપાળમાં અવ્વલ રહી હવે ઇન્ટરનેશનલ ટીમમાં પસંદગી થઇ છે. ખેતીકામ કરતા મજૂરનો દિકરો ઇન્ટરનેશનલ કબડ્ડી રમવા ઉત્તર કોરીયા અને દુબઇ જઇને સમગ્ર દેશનું નામ રોશન કરશે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર: યુનિયન બેન્કમાં રૂ.44 લાખની લૂંટ કરનાર 5 આરોપી ઝડપાયા,...
5 Aug 2022 2:37 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMT