તાપી : વેડછી ગામનો એન્જિનિયર યુવાન બન્યો "મોતીદાર" ખેડૂત, પાણીના ટાંકામાં મોતીની સફળ ખેતી કરી.

કહેવાય છે કે, મોતી સમુંદરમાં જ મળતા હોય છે. પરંતુ કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે.!

New Update
તાપી : વેડછી ગામનો એન્જિનિયર યુવાન બન્યો "મોતીદાર" ખેડૂત, પાણીના ટાંકામાં મોતીની સફળ ખેતી કરી.

કહેવાય છે કે, મોતી સમુંદરમાં જ મળતા હોય છે. પરંતુ કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે.! તાપી જિલ્લાના એક નાનકડા ગામના આદિવાસી એન્જિનિયર યુવાને પાણીના ટાંકામાં મોતીની ખેતીની શરૂઆત કરી છે, ત્યારે યુવાનના આ પ્રયોગે દક્ષિણ ગુજરાતના અન્ય ખેડૂતો માટે પણ નવી રાહ ચીંધી છે.

મહત્તમ પશુપાલન અને ખેતી પર નિર્ભર એવા દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લા સહિત પ્રથમ વાર કોઈ ખેડૂતે મોતીની ખેતી કરી હોય એવું કહેવું મુશ્કેલ નથી, ત્યારે વાલોડ તાલુકાના વેડછી ગામના એન્જિનિયર યુવાન હેમંત ચૌધરીએ પોતાના ઘરે ટાંકા બનાવી તેમાં મોતીની ખેતીની શરૂઆત કરી છે. આ મોતી થકી યુવાન આગામી એક વર્ષના અંતે લાખો રૂપિયાની કમાણી કરી શકશે. અન્ય ખેડૂતોને પ્રેરણા પુરી પાડી આ યુવાને 3 જેટલા પાણીના ટાંકા બનાવી તેમાં 2 હજાર જેટલા છીપ નાખ્યા છે. જેમાં કાચા મોતી નાખી શરૂઆત કરી છે. જે આગામી એક વર્ષ દરમ્યાનમાં મોતી સ્વરૂપે બહાર આવશે અને લાખો રૂપિયાની આવક થશે.

આદિવાસી બહુલતા ધરાવતા તાપી જિલ્લાના મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર છે, ત્યારે આવા ખેડૂતોને પ્રોત્સાહન પૂરું પાડવા અને તાલીમ માટે અલગ વ્યક્તિની જરૂરિયાત હોય છે. જેને લઈ રાજકોટના વતની અને તાલીમ આપનાર ભાઈનો સંપર્ક કરતા તેઓ હેમંત ચૌધરીને ત્યાં જઈ કાચા મોતીની સર્જરી કરી છીપમાં ભરવાનું કામ કરે છે. આ મોતી પરિપક્વ થઈ જાય, ત્યારે એક મોતીની કિંમત આશરે 100 રૂપિયા મળશે તેવું તાલીમ આપનારનું કહેવું છે, ત્યારે પાણીના ટાંકામાં મોતીની ખેતીની શરૂઆત કરવી એ પણ મોતીદાર ખેડૂતની નિશાની કહી શકાય તેમ છે.

Latest Stories