/connect-gujarat/media/post_banners/c5932802684fc146430e166eac06b3cc8f41e7445d9ba3ab8ac75d386d65d219.jpg)
ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે ચાલુ વર્ષે ઉકાઇ ડેમ 100 ટકા ભરાય ચુકયો છે. ડેમ સંપુર્ણ ભરાય જતાં બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતમાં પીવાના તથા સિંચાઇના પાણીની તંગી વર્તાશે નહિ.
સમગ્ર રાજ્યમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બર માસમાં સારો વરસાદ પડતાં જળાશયોમાં પાણીની ભરપુર આવક થઈ હતી ત્યારે તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ ડેમની વાત કરીએ તો ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સારો વરસાદ પડતાં ચાલુ વર્ષે ડેમ 100 ટકા ભરાઈ જતા આગામી 2 વર્ષ સુધી દક્ષિણ ગુજરાત વાસી ઓને જળ સંકટ નો સામનો નહીં કરવો પડે. ઉકાઇ ડેમમાં પાણીના જથ્થાની વાત કરવામાં આવે તો ડેમમાં પાણીનો ગ્રોથ સ્ટોરેજ 100 ટકાને પાર કરી ગયો છે. ડેમમાં સંગ્રહ થયેલું પાણી આગામી 2 વર્ષ સુધી તાપી,નવસારી,સુરત સહિત દક્ષિણ ગુજરાતના ખેડૂતો ને સિંચાઈ અને લોકો ને પીવા માટે મળી રહેશે. ઉકાઇ ડેમની મહત્તમ સપાટી 345 ફુટ છે.