Connect Gujarat
ગુજરાત

રાજ્ય સરકારે 3 IAS અધિકારીઓની કરી બદલી

રાજ્ય સરકારે 3 IAS અધિકારીઓની કરી બદલી
X

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના 3 વરિષ્ઠ IAS અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમા હર્ષદ પટેલને GACL MD બનાવામાં આવ્યા છે. જ્યારે ભાવનગર કમિશનર એમ.એ ગાંધીને ST નિગમના MD બનાવામાં આવ્યા છે. આ સિવાય હવે ભાવનગરના કલેકટર યોગેશ નિરગુડેને પણ કમિશનર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે.

IAS હર્ષદ પટેલની સરકાર દ્વારા એક વર્ષમાં 3 વખત બદલી કરવામાં આવી છે. જૂન 2021 માં તેમને રાહત કમિશનર ના પદ પરથી શ્રમ અને રોજગાર વિભાગના સચિવ તરીકે નિમણૂક કરાયા હતા. જોકે ત્યાંથી પણ માત્ર 10 દિવસમાં તેમને એસટી નિગમના એમડી બનાવવામાં આવ્યા હતા. અને હવે તેમને GACL ના MD બનાવામાં આવ્યા છે. ત્યારે હર્ષદ પટેલ ની જ્ગ્યાએ એસટી નિગમના MD ભાવનગર કમિશનર એમ.એ.ગાંધીની એમડી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ભાવનગરના કમિશનરનો ચાર્જ હવે ભાવનગરના કલેકટર યોગેશ નિરગુડેને સોંપવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે 3 આઈએએસ અધિકારીઓ સિવાય 134 ડેપ્યુટી કલેકટર કક્ષાના અધિકારીઓની પણ બદલી કરવામાં આવી છે. પ્રાંત અધિકારી તરીકે કામ કરતા અનેક મહેસૂલી અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ગુજરાત વહીવટી સેવાના 33 અધિકારીઓને પણ તાલીમ બાદ ડેપ્યુટી કલેક્ટર અને તેને સમકક્ષ હોદ્દાઓ પર પોસ્ટિંગ આપવામાં આવી છે.

--

Next Story