Connect Gujarat
ગુજરાત

ગુજરાતના પ્રવાસન સ્થળ લોકોમાં છે પ્રિય,છેલ્લા 5 વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં થયો 168%નો વધારો

રાજ્યના પ્રવાસન વિભાગને વેગ આપવા માટે સરકાર પ્રયત્નશીલ છે, ત્યારે ગાંધીનગર ખાતે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી અને રાજ્ય પ્રવાસન મંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી.

X

રાજ્યના પ્રવાસન વિભાગને વેગ આપવા માટે સરકાર પ્રયત્નશીલ છે, ત્યારે ગાંધીનગર ખાતે કેન્દ્રીય પ્રવાસન મંત્રી જી. કિશન રેડ્ડી અને રાજ્ય પ્રવાસન મંત્રી મુળુ બેરાની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં રાજ્યના પ્રવાસનને વેગ આપવા ચર્ચા કરવામાં આવી હતી.

કેન્દ્રીય પ્રવાસન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જી. કિશન રેડ્ડી ગુજરાત મુલાકાતે છે, ત્યારે ગાંધીનગર ખાતે કેન્દ્રીય મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાત રાજ્યના પ્રવાસન મંત્રી મુળુ બેરાની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય મંત્રીએ ગુજરાતમાં પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના કાર્યરત પ્રોજેક્ટની વિગતો મેળવી હતી, અને આગામી સમયમાં ભારત સરકાર તરફથી પૂરો સહયોગ આપવામાં આવશે, તેવી ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રી સમક્ષ ટૂરિઝમ કોર્પોરેશન ગુજરાત લિમિટેડના એમ.ડી. આલોક કુમાર પાંડે દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં મુખ્યત્વે સોમનાથ, દ્વારકા, પાવાગઢ સહિતના પ્રવાસન સ્થળો પર કેન્દ્ર સરકારના સહયોગથી કાર્યરત વિવિધ પ્રકલ્પોની માહિતી આપવામાં હતી. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કુલ પ્રવાસીઓ પૈકી મોટો હિસ્સો ધાર્મિક પ્રવાસીઓનો હોય છે. વર્ષ 2017થી 2022 સુધીમાં ગુજરાતના પ્રવાસન સ્થળો પર આવતા મુલાકાતીઓની સંખ્યામાં 168%નો વધારો થયો છે. જેને જોતાં આગામી સમયમાં ગુજરાતના પ્રવાસન વિભાગને વધુ વેગ મળે તેવી શક્યતા છે.

Next Story