Connect Gujarat
ગુજરાત

અલકાયદાની ધમકી બાદ જગત મંદિર દ્વારકામાં ગોઠવાઈ થ્રી લેયર સુરક્ષા, આતંકવાદી હુમલાનો ભય

આતંકી સંગઠન અલ કાયદાની હુમલાની ધમકી બાદ દ્વારકાધીશના મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હુમલાની ધમકી ને લઇ દ્વારકાધીશના મંદિરમાં થ્રી લેયર સુરક્ષા કરવામાં આવી છે.

અલકાયદાની ધમકી બાદ જગત મંદિર દ્વારકામાં ગોઠવાઈ થ્રી લેયર સુરક્ષા, આતંકવાદી હુમલાનો ભય
X

આતંકી સંગઠન અલ કાયદાની હુમલાની ધમકી બાદ દ્વારકાધીશના મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. હુમલાની ધમકી ને લઇ દ્વારકાધીશના મંદિરમાં થ્રી લેયર સુરક્ષા કરવામાં આવી છે. આ સાથે દ્વારકામાં પ્રવેશ મેળવતા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં આતંકવાદી હુમલાના ઈનપૂટ પગલે સુરક્ષા હાઈ એલર્ટ પર હોય ત્યારે જગત મંદિર દ્વારકાધીશ ખાતે થ્રી લેયર સુરક્ષા કરાઈ. જેને લઈ દ્વારકાના ગોમતીઘાટ, સુદામા સેતુ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન જેવી ભીડભાડવાળી જગ્યા માં પોલીસે ચાંપતી નજર રાખી છે. આતંકવાદી હુમલાના ઈનપુટ લઈ તંત્ર અને પોલીસ એક્શન મોડમાં આવી તપાસ શરૂ કરી છે. દ્વારકા જિલ્લો 3 તરફથી સમુદ્ર સાથે ઘેરાયેલો હોઈ જે સુરક્ષાની દ્રષ્ટિએ અતિ મહત્વપૂર્ણ ગણાય છે. અહીં જગ વિખ્યાત દ્વારકાધીશ મંદિર આવેલ હોઈ હર રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ સમગ્ર દેશમાંથી આવતા હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ જિલ્લો ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. આ તરફ હવે આતંકવાદી હુમલાની દહેશતને પગલે દ્વારકા જિલ્લાના તમામ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા જિલ્લામાં એન્ટ્રી કરતા વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. માત્ર દ્વારકા નહિ પણ સમગ્ર રાજ્યમાં સુરક્ષા વધારવામાં આવી છે

Next Story