Connect Gujarat
ગુજરાત

ભાજપના સેનાપતિ સીઆર પાટીલનો આજે 68મો જન્મદિવસ, રાજયભરમાં સેવાકીય કાર્ય શરૂ..

ગુજરાત ભાજપના સેનાપતિ ગણાતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નો આજે 68મો જન્મદિવસ છે. જેને લઇને તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.

ભાજપના સેનાપતિ સીઆર પાટીલનો આજે 68મો જન્મદિવસ, રાજયભરમાં સેવાકીય કાર્ય શરૂ..
X

ગુજરાત ભાજપના સેનાપતિ ગણાતા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નો આજે 68મો જન્મદિવસ છે. જેને લઇને તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે. પાટીલના દીકરા-દીકરી અને પુત્રવધુએ તમને જન્મદિવસની શુભકામના આપી હતી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. ગુજરાતમાં અલગ-અલગ શહેરો અને ગામડાઓમાં પણ પણ સી.આર.પાટીલના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તેમના જન્મ દિવસની ઉજવણી રાજ્યભરમાં સેવાકીય કામ કરીને કરવામાં આવી રહી છે.

રાજ્યભરમાં આજથી રાજ્યભરમાં ભાજપનું 'સુપોષણ અભિયાન' શરુ કરવામાં આવ્યુ છે. આ યોજના હેઠળ નબળા બાળકોને સુપોષિત કરવાનું કામ કરાશે. સુરતથી આ અભિયાનની શરૂઆત કરશે.નવસારીના સાંસદ સી.આર પાટીલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ છે. સી.આર.પાટીલનો જન્મ એકદમ સામાન્ય પરિવારના રઘુનાથ પાટીલ અને રુબાઈ પાટીલના ઘરે 16 માર્ચ 1955ના રોજ મહારાષ્ટ્રના જલગાંવ નજીક એદલાબાદના પીંપરી-અકારાઉત ખાતે થયો હતો. તેમનું સ્કૂલિંગ દક્ષિણ ગુજરાતના વિવિધ સ્થળે થયું હતું. છેલ્લે સુરતની ITIમાં અભ્યાસ કર્યો. વર્ષ 1975માં પિતા અને આસપાસના અનેક લોકોને જોઈને ગુજરાત પોલીસમાં જોડાયા હતા.

2009માં ભાજપ તરફથી નવસારી લોકસભા બેઠક પર ચૂંટણી લડી સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2014માં પણ ફરી આ જ બેઠક પર જંગી મતે વિજયી બની આ બેઠક ભાજપને જ અપાવી હતી. ત્યારબાદ ગત લોકસભા ચૂંટણીમાં નવસારી લોકસભા વિસ્તાર માંથી ત્રીજી વખત સાંસદ બનેલા સી.આર.પાટીલની પોતાના મતદારોમાં લોકપ્રિયતા એટલી પ્રચંડ છે કે ગત લોકસભા ચૂંટણીમાં સૌથી વધુ લીડથી જીત મેળવનાર માં એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં ISO લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.

Next Story