આવતીકાલે રાજ્યમાં જૂનિયર ક્લાર્કની યોજાશે પરીક્ષા, નવ લાખ ઉમેદવારો આપશે પરીક્ષા

New Update

આવતીકાલે રાજ્યમાં જૂનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. 1100થી વધુ જગ્યા માટે અંદાજે સાડા નવ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. રાજ્યના 32 જિલ્લાના 3 હજારથી વધુ કેન્દ્ર પર લેવાનારી પરીક્ષાને લઈને ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળે જડબેસલાક તૈયારી કરી છે.

Advertisment

બપોરે સાડા બારથી દોઢ વાગ્યા સુધી પરીક્ષા યોજાશે. પરંતુ ઉમેદવારોએ પોણા બાર સુધી પરીક્ષા કેન્દ્રની અંદર પહોંચી જવું પડશે. નિયત સમય બાદ પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ નહીં અપાય. આ ઉપરાંત ઉમેદવારો પાન, ઓળખકાર્ડ, કોલ લેટર સિવાય કોઈ પણ વસ્તુ વર્ગખંડમાં નહીં લઇ જઈ શકે. બુટ-ચંપલ પણ વર્ગ ખંડની બહાર કાઢવા પડશે.

પેપરલીક કે ગેરરીતિ જેવી ઘટના ન બને તે માટે પોલીસ અને પ્રશાસને પણ ખાસ તૈયારી કરી છે. વર્ગ ખંડથી લઈને પરીક્ષા કેન્દ્રના પરિસર અને લોબીમાં સીસીટીવી કેમેરાથી નજર રખાશે. પોલીસ કર્મચારીઓ બોડી ઓન કેમેરા સાથે તૈનાત રહેશે.

Advertisment