હૈદરાબાદનું સુવર્ણભૂમિ મહા પદયાત્રા ટ્રસ્ટ છે, જેઓ તરફથી દર વર્ષે ધાર્મિક યાત્રા પગપાળા યોજવામાં આવે છે, આજરોજ સોમનાથ પહોચેલી યાત્રા તા.27 મે 2022ના કેદારનાથ થી પ્રારંભ થયેલ આ સાઇકલ યાત્રા કે વસંત કુમાર ગુરુ સ્વામીના અધ્યક્ષસ્થાને કુલ 19 યાત્રીઓએ પ્રારંભ કરી હતી.
જે કાશી વિશ્વનાથ, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, નાગેશ્વરની યાત્રા પુર્ણ કરી આજરોજ સોમનાથ પહોંચી હતી. જ્યાં સોમનાથ ટ્રસ્ટ તરફથી સ્વાગત કરવામાં આવતા ખુબ ધન્યતાની લાગણી યાત્રિકોએ અનુભવેલી હતી. આ સાઇકલ યાત્રા મહારાષ્ટ્રના ત્ર્યંબકેશ્વર, ભિમાશંકર, ઘૃષ્ણેશ્વર, વૈદ્યનાથ, શ્રી શૈલમ, થઇ 7000 કિ.મી. પ્રવાસ કરી રામેશ્વર ખાતે પૂર્ણ થશે યાત્રિકો દ્વારા સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પુજારી દ્વારા તમામનું સન્માન કરવામાં આવેલ હતુ.