Connect Gujarat
ગુજરાત

'પાકની નાપાક હરકત' ભુજના ક્રીક અને ચેરિયાના જંગલોમાં સરહદ ઓળંગીને આવેલા બે પાકિસ્તાનીઓ ઝડપાયા

ક્રીક અને ચેરિયાના જંગલોમાં છુપાઈ ગયા હતા. જેથી બીએસએફે સમગ્ર હરામીનાળાને કોર્ડન કરતાં ભાગવા નિકળેલા બે માછીમાર ઝડપાઈ ગયા

પાકની નાપાક હરકત ભુજના ક્રીક અને ચેરિયાના જંગલોમાં સરહદ ઓળંગીને આવેલા બે પાકિસ્તાનીઓ ઝડપાયા
X

પાકિસ્તાનના માછીમારો સરહદ ઓળંગીને ભારતીય સીમામાં ઘુસી આવે છે. ગુરુવારે બીએસએફના જવાનોએ સર્ચ ઓપરેશન કરતાં પાકિસ્તાનની ૯ માછીમારી બોટ મળી આવી હતી. જો કે માછીમારો બીએસએફને જોઈને ક્રીક અને ચેરિયાના જંગલોમાં છુપાઈ ગયા હતા. જેથી બીએસએફે સમગ્ર હરામીનાળાને કોર્ડન કરતાં ભાગવા નિકળેલા બે માછીમાર ઝડપાઈ ગયા હતા. તેઓને પકડતી વખતે ફાયરીંગ પણ કરાયું હતું,.

તે દરમિયાન ગઈકાલે મોડી રાત્રે બંન્નેને ઝડપી દયાપર પોલીસને સોંપી તેઓ સામે બીએસએફ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે આરોપી સદામ હુશેન ગુલામ મુસ્તફા તેમજ અલીબક્ષખૈર મોહમદને બોર્ડર પિલ્લર નંબર ૧૧૪ર અને ૧૧૪૧ની વચ્ચે બીએસએફના જવાનોએ ઝડપી પાડ્યા હતા. ગેરકાયદે રીતે વગર પાસપોર્ટ તેમજ વિજા વગર બંને જણા પાકિસ્તાનથી ભારતમાં આવ્યા હોવાથી ફોરેનર્સ એકટની કલમો હેઠળ ફરિયાદ આપવામાં આવતા આગળની તપાસ પશ્ચિમ કચ્છના એસઓજી પીઆઈએ હાથ ધરી છે.

Next Story