Connect Gujarat
ગુજરાત

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાતમાં એક દિવસની મુલાકાતે, વાંચો શું છે કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં હાજરી આપશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર ગુજરાતમાં એક દિવસની મુલાકાતે, વાંચો શું છે કાર્યક્રમ
X

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજ્યમાં કેન્દ્રના દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરીવાર તારીખ 28 ઓગસ્ટના રોજ એક દિવસના ગુજરાત પ્રવાસે આવશેકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી પદવીદાન સમારોહમાં હાજરી આપશે. મહત્વનું છે કે, રાષ્ટ્રીય યુનિવર્સિટી બન્યા બાદ આ પહેલો પદવીદાન સમારોહ છે.

બાદમાં બપોરે કલોલ પાનસર ગામના તેઓ મુલાકાત લેશે. તેઓ પોતાના સંસદીય ક્ષેત્રના વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરશે તો PM મોદી પણ બે દિવસ ગુજરાતના પ્રવાસે આવવાના છે. મહત્વનું છે કે, તારીખ 27 ઓગસ્ટના રોજ PM મોદી અમદાવાદની મુલાકાત લેશે. જ્યારે 28 ઓગસ્ટે PM મોદી કચ્છની મુલાકાત લેશે.

PM મોદી અમદાવાદમાં નવી સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. અહીં તેઓ જાહેર જનસભાને સંબોધન કરશે. જ્યારે 28 ઓગસ્ટના રોજ PM મોદી કચ્છમાં સ્મૃતિવન ની મુલાકાત લેશે. ત્યારે ભુજમાં પણ PM મોદી જનસભાને સંબોધિત કરશે. PM મોદી સભા સ્થળે થી અન્ય 11 કામોનું ઉદ્ધાટન કરશે

Next Story