વડોદરા : પદમલા ગામ પાસે ટ્રકની અડફેટે બાઇક ચાલક આવતા ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત

વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે 8 ઉપર પદમલા ગામ પાસે મોટર સાઇકલ ચાલક ટ્રકની અડફેટમા આવી જતાં સ્થળ ઉપર કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું

New Update

વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે 8 ઉપર પદમલા ગામ પાસે મોટર સાઇકલ ચાલક ટ્રકની અડફેટમા આવી જતાં સ્થળ ઉપર કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું. આ બનાવ બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જોકે લોકો આવે તે પહેલાં ટ્રક ચાલક ટ્રક સ્થળ ઉપર મૂકી ફરાર થઇ ગયો હતો.

Advertisment

મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક પદમલા ગામ પાસેથી મોટર સાઇકલ લઈને વિજય ભરવાડ નામનો યુવાન પસાર થઇ રહ્યો હતો. દરમિયાન, પુરપાટ પસાર થઇ રહેલી ટ્રકે બાઇકને અડફેટમાં લેતાં વિજય ભરવાડ રોડ ઉપર પટકાતા સ્થળ ઉપર જ મોતને ભેટ્યો હતો. અકસ્માત સર્જાતાની સાથે જ ટ્રક ચાલક પોતાની ટ્રક સ્થળ ઉપર છોડી ફરાર થઇ ગયો હતો.

દરમિયાન આ બનાવની જાણ પરિવારજનોને થતાં તેઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. તે સાથે પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે લાશનો કબજો લઈ પોષ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી. તે સાથે પોલીસે ફરાર ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે પદમલા ગામ વિસ્તારમાં ગમગીની ફેલાવી દીધી હતી.

Advertisment