/connect-gujarat/media/post_banners/5201c2bacc7bdcca3e1546b2709181e0ab82604e8f37a7f13760ec68d8dc347d.webp)
વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે દ્વારા 2 ધન્વન્તરી આરોગ્ય રથનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે દ્વારા આજે તા. 9મી ફેબ્રુઆરી, 2023ના રોજ ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ અને ઇએમઆરઆઇ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત 2 ધન્વન્તરી આરોગ્ય રથનું કલેકટર ઓફિસ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવાયું હતું. આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. કિરણ પટેલ, ર્ડા. મનોજ પટેલ, ગુજરાત મકાન અને બાંધકામ શ્રમ કલ્યાણ બોર્ડના એન.આર.ચૌધરી, આરોગ્ય સંજીવનીના જિલ્લા અધિકારી નીમેષ પટેલ, કમલેશ પંડયા અને સંબધિત અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.