વલસાડ જિલ્લાના પારડી સ્થિત મહેતા હોસ્પિટલ, કિલ્લા પારડી ખાતે કાર્યરત હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના કિડની કેર અને ડાયાલીસીસ સેન્ટરને નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુ દેસાઈના વરદ હસ્તે અદ્યતન કાર્ડિયાક/ઇન્ટેન્સીવ કેર એમ્બ્યુલન્સ પારડી તાલુકાની જનતા માટે અર્પણ કરવામાં આવી હતી. મંત્રીના હસ્તે લીલીઝંડી આપી એબ્યુલન્સને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલા સેવાના વિવિધ પ્રકલ્પોમાં નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના કેબિનેટ મંત્રી કનુ દેસાઈની ગ્રાન્ટમાંથી ફાળવાયેલી લાઈફ સપોર્ટિંગ સાધનોયુક્ત અદ્યતન કાર્ડિયાક/ઇન્ટેન્સીવ કેર એમ્બ્યુલસની સુવિધાનો સમાવેશ થઈ રહ્યો છે. જે હવેથી પારડી તાલુકાની જનતા માટે ઉપલબ્ધ બનશે. આ અવસરે નાણાં મંત્રી કનુ દેસાઈએ સંસ્થાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી આરોગ્યલક્ષી સેવાઓ માટે આપવામાં આવેલી એમ્બ્યુલન્સ જરૂરીયાતમંદ દર્દીઓને ખૂબ જ ઉપયોગી નીવડશે એવી આશા વ્યક્ત કરી હતી.