વલસાડ : દિલ્હી ખાતેથી દેશના વડાપ્રધાને વર્ચ્યુઅલી સ્વસહાય જૂથના લાભાર્થીઓ સાથે કર્યો સંવાદ
રાજયના દરેક જિલ્લાની મિશન મંગલમ યોજના અંતર્ગત સ્વા સહાય જૂથની મહિલા લાભાર્થીઓ આ કાર્યક્રમમાં સહભાગી થઇ હતી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની સ્વીસહાય જૂથની લાભાર્થી બેનો સાથે દિલ્હીા ખાતેથી સંવાદ કર્યો હતો. આ સંવાદમાં વર્ચ્યુોઅલી રાજયના દરેક જિલ્લાની મિશન મંગલમ યોજના અંતર્ગત સ્વો સહાય જૂથની મહિલા લાભાર્થીઓ આ કાર્યક્રમમાં સહભાગી થઇ હતી. વડાપ્રધાનના આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાની મિશન મંગલમ યોજનાના સખી મંડળોને રીવોલ્વીંનગ ફંડ, સીઆઇએફ તથા સ્ટામર્ટ અપના 16 લાભાર્થીઓને કુલ રૂા. 3 લાખ વીસ હજારના સહાયના ચેકો જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહના હસ્તેડ મોરારજી દેસાઇ ઓડિટોરીયમ વલસાડ ખાતે આપવામાં આવ્યા હતા.
દેશની મહિલાઓના ઉત્કેર્ષ માટે તત્કાહલીન મુખ્યનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ સ્વાર્ણિમ ગુજરાત વર્ષ નિમિત્તે મહિલાઓના સશકિતકરણના આ મહાઅભિયાનને પાર પાડવા રાજય સરકારે શરૂ કરેલી મિશન મંગલમ યોજના દ્વારા ગ્રામીણ વિસ્તા રની ગરીબ બહેનોને જૂથમાં સંગઠિત કરી બચત, આંતરિક ધિરાણના અભિગમ દ્વારા તેમને સક્ષમ બનાવી આ જૂથોને રીવોલ્વીં ગ ફંડ, બેંક ધિરાણ સાથે નાણાંકીય સવલતો અપાવી કૌશલ્ય્ વર્ધન તાલીમ દ્વારા આંતરિક માળખાકીય સુવિધાઓ સાથે જોડી, સ્વ રોજગારી પૂરી પાડી, ઉત્પાકદિત ચીજવસ્તુ ઓના વેચાણ અર્થે યોગ્યણ બજાર સાથે જોડીને તેઓને ગરીબીમાંથી બહાર લાવવાની પરિણામલક્ષી કામગીરી હાથ ધરી હતી. અને આ યોજનાના અમલીકરણ માટે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની કાર્યરત કરી છે. મિશન મંગલમ અભિયાન અંતર્ગત રાજયના 33 જિલ્લા અને 252 તાલુકાઓમાં પ્રથમ તબક્કે ગ્રામ્યન સ્તમરે 2 લાખથી વધુ સખી મંડળોની રચના કરી ગરીબ કુટુંબોની અંદાજે 24 લાખથી વધુ મહિલાઓને આવરી લઇ બેંકોની કેશક્રેડિટ, ધીરાણ મેળવી આપવા માટેનું વ્યથવસ્થા તંત્ર ગોઠવીને આર્થિક પ્રવૃતિઓ હાથ ધરી છે. બેંકો, વ્યેવસાયિક સંસ્થાયઓ, કૌશલ્યસ વિકાસ એજન્સીયઓ, જ્ઞાન પ્રસાર એકમ, સ્વ સહાય જૂથો વગેરે વચ્ચેય સુયોગ્યક સંકલનની સાથે સાથે આ યોજના અન્વાયે કુટિર અને ગૃહઉદ્યોગ ઉપરાંત કૃષિ, એગ્રો પ્રોસેસીંગ, ડેરી અને પશુપાલન ક્ષેત્રે પણ રોજગારીની તકોને વધુ મજબૂત કરી ગુજરાતની મહિલાઓ માટે આર્થિક સશકિતકરણની દિશામાં અનોખું અને નક્કર કદમ ઉઠાવ્યુંા છે.
આ પ્રસંગે વલસાડના ધારાસભ્યન ભરત પટેલે રાજય સરકારની મિશન મંગલમ યોજનાનો લાભ લઇને મહિલાઓને તેમનો વિકાસ કરવા અનુરોધ કર્યો હતો. મહિલાઓને વલસાડ ખાતેની આઇ. ટી. આઇ. ની મુલાકાત લઇ આઇ. ટી. આઇ. માં ચાલતા સીવણ, બ્યુઆટી પાર્લર જેવા ટેકનીકલ કોર્ષ શીખીને પોતાના પગ ભર આત્મકનિર્ભર બનવા જણાવ્યુંઓ હતું. દેશના વડાપ્રધાન નરેન્દલ મોદીએ શરૂ કરેલ જનધન આયુષ્યમાન, ઉજ્જવલા યોજના વગેરે યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. વલસાડ તાલુકા પંચાયતના પ્રમુખ કમલેશ ઠાકોરે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું. કાર્યક્રમમાં સ્વા ગત પ્રવચન જિલ્લા ગ્રામવિકાસ એજન્સીાના નિયામક જયેશ મયાત્રાએ અને આભારવિધિ વલસાડના તાલુકા વિકાસ અધિકારી વિમલભાઇ પટેલે કરી હતી. કાર્યક્રમનું સંચાલન ખુશી ભંડારીએ કર્યુ હતું. આ કાર્યક્રમમાં વલસાડ તાલુકા પંચાયના ઉપપ્રમુખ દેવાંશી પટેલ, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીમના અધિકારીઓ અને કર્મચારીઓ તથા સખી મંડળના સભ્યો હાજર રહ્યા હતા.
અમદાવાદ: પુત્ર CAની પરીક્ષામાં પ્રથમ પ્રયત્ને પાસ થતા રાઠી પરિવારે...
15 Aug 2022 12:05 PM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMTસુરેન્દ્રનગર : દસાડામાં ફુઆ ભત્રીજીનો સજોડે આપઘાત, પ્રેમી પંખીડાએ ઝાડ...
13 Aug 2022 4:45 PM GMT
સુરત : બત્રીસ ગંગા ખાડી ઉભરાતા બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું, પાણીમાં...
16 Aug 2022 2:35 PM GMTભરૂચ: દેશના સૌથી મોટા ડ્રગ્સ કૌભાંડનો ખુલાસો,પાનોલીની કંપનીમાંથી...
16 Aug 2022 1:51 PM GMTકચ્છ : દિલ્હીના CM અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત, કેન્દ્ર અને...
16 Aug 2022 1:36 PM GMTવડોદરા : સાવલી નજીકથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાય, ગુજરાત ATSએ કરોડો...
16 Aug 2022 12:29 PM GMTમોંઘવારીનો "ઝટકો" : અમુલ દૂધના ભાવમાં રૂ. 2નો વધારો, ઉત્પાદન ખર્ચ...
16 Aug 2022 11:58 AM GMT