Connect Gujarat
ગુજરાત

વલસાડ : પુરવઠા વિભાગે 8 સ્‍થળોએ દરોડા પાડી 545 ગેસ સીલીન્‍ડર સહિત રૂ. 16 લાખનો મુદ્દામાલ જપ્‍ત કર્યો

વલસાડ જિલ્લામાં થતા રાંધણ ગેસના સિલીન્‍ડરોના ગેરકાયદેસર તેમજ ફાયર સેફટીના નિયમોનું પાલન કર્યા વિના વેચાણ

વલસાડ : પુરવઠા વિભાગે 8 સ્‍થળોએ દરોડા પાડી 545 ગેસ સીલીન્‍ડર સહિત રૂ. 16 લાખનો મુદ્દામાલ જપ્‍ત કર્યો
X

વલસાડ જિલ્લામાં થતા રાંધણ ગેસના સિલીન્‍ડરોના ગેરકાયદેસર તેમજ ફાયર સેફટીના નિયમોનું પાલન કર્યા વિના વેચાણ, સંગ્રહ રીફીલિંગની પ્રવૃત્તિઓ સામે જિલ્લા કલેક્‍ટરે કાર્યવાહીના આદેશ આપતાં જિલ્લા પુરવઠા અધિકારી, સબ ડિવિઝનલ મેજિસ્‍ટ્રેટ તેમજ વલસાડ, વાપી અને ઉમરગામ મામલતદાર અને તેમની ટીમ દ્વારા તા. ૧ અને ૨ ફેબ્રુઆરી, ૨૦૨૨ના રોજ જિલ્લાના વિવિધ ૮ સ્‍થળોએ દરોડા પાડી ૫૪૫ ગેસ સીલીન્‍ડર, બે છોટા હાથી મળી ૩,૧૬,૩૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્‍ત કરવામાં આવ્‍યો હતો.

શહેરના સંસ્‍કૃતિ આર્કેડ, ભડકમોરા, વાપી ખાતે આવેલી દુકાનમાં ચાલતા ગેરકાયદેસર સીલીન્‍ડર રીફિલિંગ કરનારા કૃષ્‍ણ કનૈયા સુમિત્રાનંદન કેવટ તથા અન્‍ય બે ઇસમો વિરૂધ્‍ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વાપી તાલુકામાં પાડેલા દરોડાની વિગતો જોઇએ તો સંસ્‍કૃતિ આર્કેડ, ભડકમોરા, વાપી ખાતેથી રૂ. ૩૪,૨૪૮/-ની કિંમતના ૨૦ ગેસ સિલિન્‍ડર, એક વજનકાંટો અને ગેસ પાઇપ, જેતારામ લસારામ રબારીની દુકાન, વાપી ખાતેથી રૂ. ૧,૦૧,૪૭૫/-ની કિંમતના ૩૬૯ ગેસ સીલીન્‍ડર, સાવલારામ દેવાસીની દુકાન-વાપી ખાતેથી રૂ. ૧૮,૯૩૦/-ની કિંમતના ૨૭ ગેસ સીલીન્‍ડર, મુકેશકુમાર દેવાસીની દુકાન ખાતેથી રૂ. ૭,૦૦૦/-ની કિંમતના ૧૫ ગેસ સીલીન્‍ડર તેમજ સેવકરામ દેવાસીની દુકાન-વાપી ખાતેથી રૂ. ૧૮,૯૩૦/-ની કિંમતના ૨૭ સીલીન્‍ડર મળી કુલ રૂા.૧,૮૦,૫૮૩/-નો મુદ્દામાલ જપ્‍ત કરાયો હતો.

Next Story