Connect Gujarat
ગુજરાત

વલસાડ : વિધાનસભા અધ્‍યક્ષ રાજેન્‍દ્ર ત્રિવેદીના હસ્‍તે કિસાનોને ટોકનરૂપે 20 લાભાર્થીઓને લોન સહાયના ચેકોનું વિતરણ કરાયું

વલસાડ : વિધાનસભા અધ્‍યક્ષ રાજેન્‍દ્ર ત્રિવેદીના હસ્‍તે કિસાનોને ટોકનરૂપે 20 લાભાર્થીઓને લોન સહાયના ચેકોનું વિતરણ કરાયું
X

રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્‍વ હેઠળ રાજય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયાના અવસરે સરકાર દ્વારા તમામ ક્ષેત્રે થયેલા વિકાસના કામોની જાણકારી રાજયની પ્રજાને થાય તે હેતુથી તા. ૦૧લી આગસ્‍ટથી તા. ૦૯ મી ઓગસ્‍ટ સુધી રાજય સરકાર દ્વારા સુશાસનના પાંચ વર્ષના કાર્યક્રમો યોજાઇ રહયા છે. જેના ભાગરૂપે આજના પાંચમા દિવસે રાજયના મુખ્‍યમંત્રી વિજય રૂપાણીએ ભૂજ ખાતેથી વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી જોડાયા હતા.

રાજયના મુખ્‍યમંત્રી દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત વલસાડ જિલ્‍લામાં ગુજરાત વિધાનસભા અધ્‍યક્ષ રાજેન્‍દ્ર ત્રિવેદીના હસ્‍તે આજના કિસાન સન્‍માન દિવસે ૬૬ કે.વી. બલવાડાનું સબ સ્‍ટેશનમાં આવતા ગોરગામ ફીડરનું લોકાર્પણ તેમજ કિસાન સૂર્યોદય અને સાત પગલાં ખેડૂત કલ્‍યાણના યોજનાના ૨૦ લાભાર્થીઓને ટોકનરૂપે વલસાડ તાલુકાના વાઘલધરા આઇ. ટી.આઇ. ખાતે કિસાન સૂર્યોદય યોજના અને સાત પગલાં ખેડૂત કલ્‍યાણ યોજનાના સહાયના ચેકોનું વિતરણ કર્યુ હતું. કિસાન પરિવહન યોજનાના લાભાર્થીઓને અપાયેલા વાહનોને અધ્‍યક્ષના હસ્‍તે લીલીઝંડી આપી પ્રસ્‍થાન કરાવ્‍યા હતા.

''જગતનો તાત પોતાના લોહી પરસેવો એક કરી ધરતીને જીવન આપે છે. ખેડૂત આપવાવાળો છે, લેવાવાળો નથી એમ ગુજરાત વિધાનસભાના અધ્‍યક્ષ રાજેન્‍દ્ર ત્રિવેદીએ વલસાડ તાલુકાના વાઘલધરાની આઈ.ટી.આઈ. ખાતે કિસાન સન્‍માન દિને જણાવ્‍યું હતું. અધ્‍યક્ષએ આ પ્રસગે જણાવ્‍યું હતું કે, આજે સરકારના સન્‍માનનો દિવસ નથી પરંતુ રાજય સરકાર દ્વારા પાંચ વર્ષના સુસાશનની પ્રજાને જાણકારી મળે તે હેતુસર તા. ૧લી ઓગસ્‍ટથી શરૂ કરાયેલા નવ દિવસના સેવાયજ્ઞમાં જ્ઞાનશક્‍તિ અંતર્ગત વિદ્યાર્થીઓનું સન્‍માન, નારી ગૌરવ દિવસે નારીઓનું સન્‍માન, ગરીબો માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના, કિસાનો માટે કિસાન સન્‍માન એમ નવ દિવસ સુધી પ્રજાના સન્‍માનના રાજયભરમાં વિવિધ કાર્યક્‍મો થઇ રહયા છે. રાજય સરકારના જ્ઞાનકુંજ પ્રોજેક્‍ટ હેઠળ રાજયની ૩૬૫૯ શાળાઓ માટે ૧૦૫૦ સ્‍માર્ટ કલાસ શરૂ કરવામાં આવશે.

કોરોનાકાળમાં રાજયમાં ૧૭૦૦ ધન્‍વંતરી રથ દ્વારા રાજયના ૨.૫૦ કરોડ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી છે જેની વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાએ નોંધ લીધી છે. રાજયના ખેડૂતોને દિવસમાં પણવીજળી ખેતી માટે મળી રહે તે હેતુસર રાજય સરકાર દ્વારા રાજયના ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. વલસાડ જિલ્‍લા માટે ખેડૂતો માટે રાજય સરકારે વર્ષ-૨૦૧૬-૧૭થી વર્ષઃ- ૨૦૨૦-૨૧ સુધીમાં કુલ રૂા. ૩૦૬૪૪.૯૧ લાખની સહાય ચૂકવવામાં આવી છે જ અંતર્ગત કિસાન સન્‍માન નિધિ અંતર્ગત વર્ષ ૨૦૧૮-૧૯થી અત્‍યાર સુધીમાં કુલ રૂા. ૨૯૮૪-૬૮ લાખ લાભાર્થીના બેંક ખાતામાં સીધા જમા કરવામાં આવ્‍યા છે.

સુક્ષ્મ પિયત માટે છેલ્લા પાંચ વર્ષમાં કુલ રૂા. ૧૧૯૭.૭૩ લાખની સહાય, પાક નુકસાની સામે રૂા. ૪૩૦૬.૫૦ લાખની સહાય, છેલ્લા પાંચ વર્ષમાં કૃષિલક્ષી સહાયકારી યોજના અંતર્ગત રૂા. ૨૧૯૯.૦૬ લાખની સહાય અને છેલ્લા પાંચ વર્ષમાં ટ્રેકટર ખરીદી માટે રૂા. ૨૦૮.૨૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે. દેશના વડાપ્રધાન અને તત્‍કાલીન મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વડાપ્રધાન બન્‍યા પછી ગુજરાતને વિશ્વખ્‍યાતિ આપતું રાજયના ૧૮૨ ધારાસભ્‍યોનું પ્રતીક અને દેશના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલનું ૧૮૨ મીટરનું સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ બનાવ્‍યું છે જેને નિહાળવા માટે દેશ-વિદેશના લોકો આવતા થયા છે.

નરેન્‍દ્ર મોદીએ ફોરેન્‍સિક યુનિર્વિસિટી, રક્ષા શકિત યુનિર્વિસિટિ અને દેશમાં સૌ પ્રથમ વખત રેલવે યુનિવર્સિટીની સ્‍થાપના કરી તેને નેશનલ યુનિ. નો દરજજો અપાવ્‍યો છે. આજ પ્રમાણે વડાપ્રધાને ગરીબ લોકો માટે ગંભીર રોગની સારવારમાં ટોકન ફી થી ગુજરાતમાં જ સારવાર મળી શકે તેવી દિલ્‍હી ખાતેની એઇમ્‍સ જેવી જ સુવિધા સગવડ ધરાવતી એઇમ્‍સ રાજકોટ ખાતે બનાવવા માટેની મંજૂરી આપી છે.

Attachments area

Next Story
Share it