Connect Gujarat
ગુજરાત

વલસાડ : વાપી નગરપાલિકાની ચુંટણીમાં સરેરાશ 60 ટકા મતદાન, કોઇ અનિચ્છનીય બનાવ નહિ

વાપી નગરપાલિકાની 44માંથી 43 બેઠકો માટે રવિવારના રોજ શાંતિપુર્ણ માહોલમાં મતદાન થયું હતું.

વલસાડ : વાપી નગરપાલિકાની ચુંટણીમાં સરેરાશ 60 ટકા મતદાન, કોઇ અનિચ્છનીય બનાવ નહિ
X

વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકાની 44માંથી 43 બેઠકો માટે રવિવારના રોજ શાંતિપુર્ણ માહોલમાં મતદાન થયું હતું. પાલિકાની એક બેઠક પર ચુંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર બિનહરીફ ચુંટાઇ આવ્યાં છે. આ ચુંટણીમાં ભાજપનો મુકાબલો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે થઇ રહયો છે. વાપી નગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદાન ચાલી શાંતિપૂર્ણ માહોલમાં પુર્ણ થયું છે. વાપી નગરપાલિકાની 43 બેઠકો માટે સરેરાશ 60 ટકા મતદાન થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહયું છે.

કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે મતદાન કરાવવામાં આવ્યું હતું. નગર પાલિકાના 11 વોર્ડની 44 બેઠકો ઉપર સામાન્ય ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં એક બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયાં છે. પાલિકાની ચુંટણી લડી રહેલાં 109 ઉમેદવારોના ભાવિ મતદારોએ સીલ કરી દીધાં છે. ગત ટર્મમાં ભાજપે વાપી પાલિકાની 44માંથી 41 બેઠકો પર વિજય મેળવ્યો હતો. દર વખતે ભાજપની સીધી ટકકર કોંગ્રેસ સાથે થતી હતી પણ આ વખતે પાલિકાની ચુંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઉમેદવારો ઉભા રાખ્યાં છે. આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી સમગ્ર રાજયની જેમ વાપીમાં પણ કોંગ્રેસના મતોમાં ભારે ગાબડું પડશે જેનો સીધો ફાયદો ભાજપને જ થશે. હાલ તો દરેક પાર્ટીઓ જીતના દાવા કરી રહી છે પણ મતદારોનો મિજાજ શું છે તે તો મતગણતરી બાદ જ ખબર પડશે.

Next Story