Connect Gujarat
ગુજરાત

શપથવિધિ રદ્દ થતા કોંગ્રેસે ભાજપની નીતિ સામે સવાલ ઉઠાવ્યા

શપથવિધિ રદ્દ થતા કોંગ્રેસે ભાજપની નીતિ સામે સવાલ ઉઠાવ્યા
X

ગુજરાતના મંત્રીમંડળની શપથવિધિ કેન્સલ થતાં કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપની નીતિ અને સરકાર પર આકરા વાર કર્યા છે. તેમણે સૌરાષ્ટ્રની પૂરની સ્થિતિને ટાંકતા કહ્યું કે ભાજપના નેતાઓ સત્તા માટે એકબીજાની ટાંટિયા ખેંચ કરી રહ્યા છે. મનીષ દોશીએ આ માટે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ અને સી આર પાટીલ વચ્ચે સાનીમાની ખેંચતાણ ચાલી રહી હોવાનો દાવો કર્યો છે. વધુમાં તેમણે ભાજપના શિસ્ત પર સવાલ કરતાં કહ્યું હતું કે કહેવાતી શિસ્તબદ્ધ પાર્ટીમાં ખુલ્લેઆમ શિસ્તના ચીથરાં ઉડી રહ્યા છે સેવાની માત્ર વાતો કરતી ભાજપ સત્તામાં બેસવા ગમે તે હદે જઈ શકે છે તેમણે મુખ્યમંત્રી અને મંત્રીમંડળ બદલાવાના ભાજપના ફેસલાને આડેહાથ લીધો હતો અને કહ્યું હતું કે ભાજપ સત્તા લાલચુ છે ભાજપે ચહેરો નહીં ચરિત્ર બદલવાની જરૂર છે.

Next Story