Connect Gujarat
ગુજરાત

ચૂંટણીનો ધમધમાટ શરૂ, કોંગ્રેસે સોશિયલ મીડિયા ટીમ જાહેર કરી

રાજ્યમાં આ વર્ષના અંતમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે તેની સોશિયલ મીડિયા ટીમનું પુનર્ગઠન કર્યું છે.

ચૂંટણીનો ધમધમાટ શરૂ, કોંગ્રેસે સોશિયલ મીડિયા ટીમ જાહેર કરી
X

રાજ્યમાં આ વર્ષના અંતમાં યોજાનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત કોંગ્રેસે તેની સોશિયલ મીડિયા ટીમનું પુનર્ગઠન કર્યું છે. જેમાં મતદારોને પાર્ટીના વિશે માહિતગાર કરવા અને ફેક ન્યૂઝ સામે લડવા માટે 200 કાર્યકરોને જોડ્યા છે. પાર્ટીના પ્રવક્તા રવિવારે આ જાણકારી સમાચાર આપી હતી.નવા કાર્યકરોમાં જિલ્લા અને મેટ્રો સ્તરે 41 પ્રમુખ, 15 ઉપપ્રમુખ, 30 મહાસચિવ, 44 સચિવ અને 60 કાર્યકારી સમિતિના સભ્યોનો સમાવેશ થાય છે.

કોંગ્રેસ પક્ષે ચૂંટણી પહેલા સોશિયલ મીડિયા પર તેની હાજરી નું સંચાલન કરવા માટે નવી ટીમની રચના કરવાની જાહેરાત કરી છે. જેમાં હોદ્દેદારોની જવાબદારી નક્કી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં પાર્ટી સોશિયલ મીડિયા પર મોટો કાર્યક્રમ કરવાનું આયોજન કરી રહી છે.આ ટીમમાં પાર્ટીના સમર્પિત કાર્યકરોનો સમાવેશ કરવામાં આવ્યો છે અન્ય રાજકીય પક્ષો જેવા પગારદાર લોકો નથી.જેવા પગારદાર લોકો નથી.આ કાર્યકરો અમારા સોશિયલ મીડિયા પર હાજર અન્ય કાર્યકરો સાથે નેટવર્કમાં જોડાશે.જેથી કરીને તેઓ પાર્ટી સંબંધિત નકલી સમાચાર અને ખોટી માહિતી નો સામનો કરીને આગામી ચૂંટણીમાં અસરકારક ભૂમિકા ભજવી શકે.

તેમજ આગામી ઇલેક્શન ને લઇને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલી માહિતી ઝડપથી એકબીજા સુધી પહોંચાડી શકશે. તેમજ સોશિયલ મીડિયા પર કોંગ્રેસ પક્ષની સાચી માહિતી લોકો સુધી પહોંચાડવામાં મદદ કરશે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસ પક્ષ દ્વારા તેની સોશિયલ મીડિયા ટીમ મજબૂત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. જેમાં પણ આ વખતે રાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસની લડત માટે ભાજપ વિરુદ્ધ જ નહિ પરંતુ આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIIM સામે પણ છે, જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભાજપ મજબૂત છે જ્યારે આમ આદમી પાર્ટી પણ સોશિયલ મીડિયા પર સારી એવી ધરાવે છે. જેના પગલે આ બધા વિરુદ્ધ કોંગ્રેસે પોતાની સોશિયલ મીડિયા ટીમ વધુ મજબૂત કરવાની જરૂર પણ હતી.

Next Story