Connect Gujarat
ગુજરાત

નરેશ પટેલને હાર્દિક પટેલની ખુલ્લી ઓફરથી રાજ્યની રાજનીતિમાં હલચલ, જાણોવધુ..?

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનો પાટીદાર અગ્રણી નરેશ પટેલને પત્ર લખીને રાજકારણ સક્રિય થવા અપીલ કરતાં ગુજરાતના રાજકારણમાં ફરી હલચલ મચી ગઈ છે.

નરેશ પટેલને હાર્દિક પટેલની ખુલ્લી ઓફરથી રાજ્યની રાજનીતિમાં હલચલ, જાણોવધુ..?
X

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલનો પાટીદાર અગ્રણી નરેશ પટેલને પત્ર લખીને રાજકારણ સક્રિય થવા અપીલ કરતાં ગુજરાતના રાજકારણમાં ફરી હલચલ મચી ગઈ છે.હાર્દિકે નરેશ પટેલને ખુલ્લા મને કોંગ્રેસમાં જોડાવવાનો ઓફર આપી છે.



કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે પાટીદાર અગ્રણી નેતા નરેશ પટેલેને પત્ર લખીને રાજ કારણમાં જોડાવવાની અપીલ કરતાં ગુજરાતના રાજકારણમાં ફરી હલચલ મચી જવા પામી છે. હાર્દિક પટેલે પત્રમાં લખ્યું હતું કે, નરેશ પટેલને પાટીદાર સમાજના માર્ગદર્શક બનીને રાજકારણમાં આવવું જરૂરી છે. હાલ પાટીદાર સમાજને અનુભવી નેતૃત્વની જરૂર છે. હાર્દિકે પત્રમાં લખ્યું છે કે, રાજ્યના હિત અને અસ્તિત્વની લડાઈ માટે શ્રીગણેશ કરવાનો સમય આવી ગયો છે. ભાજપ સામે રાજકારણમાં ઉતરવા હાર્દિકે નરેશ પટેલને આમંત્રણ આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 2015થી અનેક યુવાનો અન્યાય સામે લડી રહ્યાં છે. હાલ હજારો પાટીદાર યુવાનો ખોટા કેસથી પીડિત છે હાર્દિક પટેલે પત્રમાં જણાવ્યું કે, ગુજરાતની અસ્મિતા બચાવવા માટે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય રાજકારણથી મોટી કોઈ સેવા ન હોઇ શકે. આ કોંગ્રેસ નેહરુ અને ગાંધીની પાર્ટી છે. હાર્દિકે વધુમાં જણાવ્યું કે, તેણે જીગ્નેશ અને કન્હૈયાને જોડ્યા છે. હાલ શાસક પક્ષ પૈસાના જોરે શાસન કરે છે. સરકાર દ્વારા રજુ કરાયેલું ગુજરાતનું વર્ષ 2022-23ના બજેટમાં કોઈ જ નવું કસુ નથી. હાલની સરકાર પાસે નીતિ જ નથી. બીજી તરફ હાર્દિક પટેલે ના પત્ર વિશે નરેશ પટેલ પોતાની પ્રતિક્રિયા દર્શાવતાં જણાવ્યું હતું કે, હાલ મને હાર્દિક તરફથી આવો કોઈ જ પત્ર મળ્યો નથી.આવા આમંત્રણ મને રોજ આવે છે. યોગ્ય સમય આવશે ત્યારે હું રાજકારણમાં આવીશ. જ્યારે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવવા માટે મે ખુલ્લો પત્ર લખ્યો છે.

Next Story