રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવે તે પૂર્વે કોંગ્રેસને મોટો ફટકો,યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાએ આપ્યું રાજીનામુ

ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. વિશ્વનાથ સિંહ વાઘેલા ગાંધી-નહેરુ પરિવાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે, 'હું પ્રદેશ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપી રહ્યો છું

New Update

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા દરેક રાજકીય પક્ષમાં ઉથલપાથલ જોવા મળી રહી છે. એમાં કોંગ્રેસમાંથી અનેક દિગ્ગજો પક્ષપલટો કરીને અન્ય પક્ષમાં જઇ રહ્યું છે. ત્યારે ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. c

જેના લીધે ગુજરાત કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ સાથે વિશ્વનાથ વાઘેલાનો આંતરિક કકળાટ ચાલતો હતો.વિશ્વનાથ સિંહ વાઘેલા ગાંધી-નહેરુ પરિવાર પર આક્ષેપ લગાવતા કહ્યું કે, 'હું પ્રદેશ પ્રમુખ પદેથી મારું રાજીનામું આપી રહ્યો છું. કોંગ્રેસના સિનિયર નેતાઓના આંતરિક જુથવાદ હું ભોગ બન્યો. મને કામ કરવામાં અડચણ ઉભી કરવામાં આવતી. કોંગ્રેસ સંગઠન અને નિષ્ફળ બનાવવા કાવતરા કરાયા. કોંગ્રેસ પક્ષ ચાપલુસો થી ઘેરાયેલો છે. કોંગ્રેસમાં યુવાનનો દુરુપયોગ જ થાય છે.

યુવાનો કોંગ્રેસ પક્ષમાં દેશનું ભવિષ્ય નથી જોતા. કોંગ્રેસ પક્ષ એકપણ રીતે યોગ્ય નથી લાગતો. યુવાનો કોંગ્રેસમાં સમય વેડફી રહ્યા છે. આંતરિક જૂથવાદ થી પક્ષમાં દુશ્મન ઉભા થાય છે. દેશની સત્તા માટે જનતાએ કોંગ્રેસને ખૂબ તકો આપી. કોંગ્રેસ પોતાના જ કાર્યકરોને શંકાની નજરે જુએ છે. કોંગ્રેસમાં વડીલો કે યુવાનોને સન્માન નથી મળતું. કોંગ્રેસે ભારત જોડવા અત્યાર સુધીમાં શું કર્યું? ભારત જોડો યાત્રા કરતા કોંગ્રેસ જોડો યાત્રા કરવી જોઈએ

Latest Stories