/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2016/02/digital-education.jpg)
વેબસાઇટ થકી આંગડીના ટેરવેજ વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી તમામ માહિતી પુરી પાડવાનો નવતર પ્રયોગ.
અંકલેશ્વરની કડકીયા કોલેજના મહિલા પ્રોફેસરે ડિજીટલ એજ્યુકેશનની શરૂઆત કરીને અભ્યાસની દિશામાં નવા ડગ માંડયા છે. માત્ર પલક ઝબકતા જ વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી મહત્વની માહિતી મળી રહે તેવા તેઓના પ્રયાસને અત્યાર સુધીમાં ૧૭૦૦૦ ફોલોઅર્સે વેબસાઈટની મુલાકાત લીધી છે.
અંકલેશ્વરની કડકીયા કોલેજનાં ગુજરાતી વિભાગનાં પ્રો.ડો. જયશ્રી ચૌધરીએ તેઓનાં પતિ પ્રો. જીતેન્દ્ર ચૌધરીનાં સહયોગથી જયશ્રી ચૌધરી.કોમ (www.jayshreechaudhri.com) વેબસાઈટ પર વિવિધ વિષયોની જાણકારી ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિત અન્ય ભાષાઓ માં પણ અપલોડ કરી છે. આ વેબસાઈટ પાછળનો તેઓનું મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકો થકી જ નહીં પરંતુ વેબસાઈટ નાં માધ્યમથી પણ અભ્યાસને લગતી મહત્વની જાણકારી પ્રાપ્ત કરી શકે તેવો છે.
વડાપ્રધાન નરેન્દ્વભાઈ મોદી દ્વારા મેકઈન ઈન્ડીયા, ડિજીટલ ઈન્ડીયા અને ડિઝાઇન ઈન્ડીયાનાં પ્રોજેકટો લોન્ચ કરવામાં આવ્યા છે અને જે પ્રોજેકટોને અન્યો પણ સ્વયંભૂ સહકાર આપી આવી ગુણવતા સભર વેબસાઈટસ કે સોશીયલ નેટવર્કિંગ સાઈટસ પર વેબપેજ શરૂ કરે તો એ દિવસો દુર નથી કે અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો પણ ડિજીટલ ઈન્ડીયા અંતર્ગત તમામ સુવિધાઓ ઘરે બેઠાં મેળવી શકશે અને શહેરો તરફની દોટ અટકશે.
વિવિધ ક્ષેત્રે ડિજીટલ ઈન્ડિયાની તબક્કાવાર શરૂઆત થઇ ચુકી છે. ૧ જુલાઇ ૨૦૧૫ના રોજ વડાપ્રધાન નરેન્દ્વમોદીએ આ મહત્વકાંક્ષી પ્રોજેકટ લોંચ કર્યો એ પૂર્વેજ જો કે પ્રાધ્યાપિકા ડો. જયશ્રી ચૌધરીએ કોલેજીયન યુવક – યુવતીઓને ઘરે બેઠા પણ શિક્ષણ ઉપરાંત વિવિધ વિષયોની પરિક્ષાલક્ષી તેમજ સામાન્ય જ્ઞાન માટેની જાણકારી મળી રહે એ માટે પોતાની વેબસાઇટ શરૂ કરી છે. ખુબ જ ટૂંકા સમયમાં ૧૭૦૦૦ ફોલોઅર્સ આ વેબસાઇટનાં નિયમિત વિઝીટર્સ બની ચુકયા છે.
ડો. જયશ્રી ચૌધરીનાં જણાવ્યા મુજબ આ વેબસાઇટ થકી માત્ર અભ્યાસને લગતી જ નહીં પરંતુ સાહિત્ય સંશોધન, સમાજ અને વિદ્યાર્થીઓને સંલગ્ન સહિતની વિવિધ જાણકારી નેટ યુઝર્સને મળી રહે અને તે દરેક માટે ઉપયોગી નીવડે તેવા તેઓ પ્રયાસો કરી રહ્યા હોવાનું કહે છે.