બનાસકાંઠા : કાંકરેજના કાકરાળા ગામે વાહકજન્ય રોગ અન્વયે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો..

આરોગ્ય શિક્ષણ, મેલેરિયા તાવના કેસોનું નિદાન તેમજ આંગણવાડી ખાતે ડો. મનજીત રાવ દ્વારા તબીબી સેવા આપવામાં આવી હતી

New Update

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ઝાલમોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા જન જાગૃતિ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વાહકજન્ય રોગ અન્વયે ગ્રામજનોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાંકરેજ તાલુકાના ઝાલમોર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ વાહકજન્ય રોગ અન્વયે જનજાગૃતિ દિન ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાતમાં ૨૦૨૨ સુધી મેલેરિયા મુક્ત ગુજરાત બનાવવા માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દેવ, ઇ.એમ.ઓ. ડો. હરિયાણવી તેમજ કાંકરેજ તાલુકા આરોગ્ય અધિકારી ડો. પી.એમ.ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાંકરેજ તાલુકા હેલ્થ વિભાગ દ્વારા લોકોમાં વાહકજન્ય રોગ અંગે જનજાગૃતિ આવે તે હેતુસર ઝાલમોરના કાકરાળા ગામમાં ટીમ વાઇઝ સર્વે કરાયો હતો. જેમાં પોરા નાશક કામગીરી, આરોગ્ય શિક્ષણ, મેલેરિયા તાવના કેસોનું નિદાન તેમજ આંગણવાડી ખાતે ડો. મનજીત રાવ દ્વારા તબીબી સેવા આપવામાં આવી હતી. શાળા અને ગામમાં પોરા અને ગપ્પી માછલી વિશે ડેમો પ્રદર્શન દ્વારા માહિતી આપવામાં આવી હતી, તેમજ કોઈને પણ તાવ જણાય તો નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરવો તેવી સલાહ આપવામાં આવી હતી.

Latest Stories