Connect Gujarat
આરોગ્ય 

ભારતમાં બાળકોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, ત્રીજી લહેરની દસ્તક !

કર્ણાટકમાં બાળકો અને યુવાનોમાં કોરોના વાયરસનાં નવા નવા કેસ સામે આવતા ચિંતા વધી છે

ભારતમાં બાળકોમાં વધી રહ્યા છે કોરોનાના કેસ, ત્રીજી લહેરની દસ્તક !
X

ભારતમાં કોરોના વાયરસનાં કેસમાં ફરીથી ધીમે ધીમે વધારો જોવા મળી રહ્યો છે. દક્ષિણનાં રાજ્યો કેરળ અને કર્ણાટકમાં કોરોના વાયરસે સૌથી વધારે ટેન્શન વધાર્યું છે ત્યાં કેરળમાં તો કોરોના વાયરસનાં કેસ ઓછા જ નથી થઈ રહ્યા ત્યાં બીજી બાજુ કર્ણાટકમાં બાળકો અને યુવાનોમાં કોરોના વાયરસનાં નવા નવા કેસ સામે આવતા ચિંતા વધી છે. એવામાં આજે કર્ણાટકનાં મુખ્યમંત્રીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી. કર્ણાટકમાં બાળકોમાં કોરોના વાયરસનાં કેસ સામે આવતા ત્રીજી લહેરની ચિંતા વધી છે. એકલા બેંગલોરમાં જ એકથી અગિયાર ઓગસ્ટ સુધીમાં 543 બાળકોમાં કોરોના વાયરસનાં કેસ સામે આવ્યા છે. મુખ્યમંત્રી બસવરાજે નિષ્ણાતો સાથે ઈમરજન્સી બેઠક કરી હતી. બેંગ્લોરનાં બાળકોમાં કોરોના વાયરસનાં કેસને વૈજ્ઞાનિકો મોટો ખતરો માની રહ્યા છે. યુવાનો અને બાળકો પર કોરોના વાયરસનાં આક્રમણનાં કારણે ત્રીજી લહેરની આશંકા વધી જાય છે. વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે ત્રીજી લહેરમાં બાળકો અને યુવાનોએ કોરોના વાયરસ સામે સુરક્ષિત રહેવાની જરૂર છે.

Next Story