Connect Gujarat
આરોગ્ય 

શું તમને કમરમાં સતત દુખાવો થાય છે? તો નજરઅંદાજ ના કરતાં, આ લક્ષણો જણાઈ તો હોય શકે છે ગંભીર બીમારી....

લોકોની લાઈફસ્ટાઈલ ચેન્જ થવાના કારણે આજકાલ લોકોમાં અનેક પ્રકારની સ્વાસ્થ્યને લગતિ સમસ્યાઓ જોવા મળે છે.

શું તમને કમરમાં સતત દુખાવો થાય છે? તો નજરઅંદાજ ના કરતાં, આ લક્ષણો જણાઈ તો હોય શકે છે ગંભીર બીમારી....
X

લોકોની લાઈફસ્ટાઈલ ચેન્જ થવાના કારણે આજકાલ લોકોમાં અનેક પ્રકારની સ્વાસ્થ્યને લગતિ સમસ્યાઓ જોવા મળે છે. અનહેલ્ધી ફૂડને કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડે છે. અત્યારે મોટા ભાગના લોકોમાં બેક પેનની સમસ્યા વધી રહી છે અને આને લોકો ગંભીરતાથી લેતા નથી. જેના કારણે લોકોએ ખૂબ જ પરેશાન થવું પડે છે. કમરના દુખાવા સાથે જો કેટલાક આવા જોખમી લક્ષણો જોવા મળે તો નજરઅંદાઝના કરતાં.

1. સતત વજન ઓછું થવું

વજન ઘટવાના અનેક કારણો હોય છે. પરંતુ જો કમરના દુખવાની સાથે સાથે વજન ઓછું થઈ રહ્યું છે તો તે એક ગંભીર બીમારીના લક્ષણ છે.

2. પેશાબમાંથી લોહી પડવું

પેશાબમાંથી લોહી પડવાના અનેક કારણો હોય શકે છે. કિડની સ્ટોન અથવા અન્ય બીમારીઓ હોય શકે છે. કમરના દુખાવા સાથે જો પેશાબમાં લોહી પડતું હોય તો સાવધાન રહેવું.

3. પગ સુન્ન થઈ જવા

પગ સુન્ન થઈ જવા એ નસોમાં પરેશાનીનો સંકેત આપે છે. પગમાં તાકાત ઓછી થઈ જાય છે. તો આ ચિંતાનો વિષય હોય શકે છે.

4. ચાલવામાં તકલીફ થવી

કમરના દુખાવાની સાથે સાથે ચાલવામાં તકલીફ થઈ રહી છે, તો તે અનેક બિમારીઓનો સંકેત આપે છે. આ કારણોસર આ લક્ષણને અવગણવા નહીં અને તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો.

5. પેટ સંબંધિત સમસ્યા

કમરના દુખાવાની સાથે પેટ સંબંધિત સમસ્યા જેમ કે, બ્લેડર એન્ડ બોવેલ ડિસફંક્શન થાય તો બિમારી ગંભીર સ્તરે પહોંચી ગઈ હોવાનો સંકેત આપે છે.

6. યૌન અક્ષમતા

કમરના દુખાવાની સાથે યૌન તકલીફ છે, તો તે ગંભીર સંકેત છે. જેના કારણે કમરના નીચેના ભાગની નસો નબળી પડી જાય છે. જેના કારણે પ્રજનન ક્ષમતા પર અસર થાય છે.

7. સતત તાવ આવવો

કમરના દુખાવાની સાથે સાથે સતત દુખાવો થતો હોય તો તે કરોડરજ્જૂ માટે જોખમી સંકેત હોઈ શકે છે. આ લક્ષણને અવગણવું નહીં અને તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો.

Next Story