આ દોડધામવાળી જિંદગીમાં, કેટલાક લોકો ખરાબ ટેવો અપનાવે છે, જે સમય પછી સ્વાસ્થ્ય માટે જીવલેણ બની જાય છે. જો આ ખરાબ આદતોને સમયસર સુધારવામાં ન આવે તો પછી પાછળથી પસ્તાવો કરવા સિવાય કશું જ બચતું નથી, કારણ કે આ આદતો તમને અનેક રોગોનો શિકાર બનાવી શકે છે. આ સમાચારમાં, અમે તમને કેટલીક એવી આદતો વિશે જણાવી રહ્યા છીએ, જે તાત્કાલિક બદલશો તો જ વધુ સારું રહેશે.
ડાયટ એક્સપર્ટ કહે છે કે, સ્વસ્થ શરીર માટે હેલ્ધી ડાયટ લેવો જરૂરી છે. આ સિવાય, તમારે દારૂ, ધૂમ્રપાનનું સેવન છોડી દેવું જોઈએ. જો તમને ઓછી ઉંઘ આવી રહી છે તો આ આદત પણ બદલો. સ્વસ્થ રહેવા માટે હંમેશા વધુ ને વધુ પાણી પીવો.
દારૂનું સેવન: આલ્કોહોલ એક એવી વસ્તુ છે, જે માત્ર શારીરિક જ નહીં પણ માનસિક સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર કરે છે. આલ્કોહોલનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તે માત્ર લીવરને નહીં પરંતુ તે હૃદય રોગ, ડિપ્રેશન અને કેન્સર જેવા ખતરનાક રોગોનું કારણ પણ બની શકે છે. તેથી જો તમે આલ્કોહોલનું સેવન કરો છો, તો તરત જ છોડી દો.
સ્મોકિંગ બંધ કરો: સ્મોકિંગ સ્વાસ્થય માટે હાનિકારક છે.જો તેનું લાંબા સમય સુધી સેવન કરવામાં આવે તો તે કેન્સર જેવી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. એક રિપોર્ટ અનુસાર, 80-90 ટકા લોકોને ધૂમ્રપાનને કારણે ફેફસાનું કેન્સર થાય છે. એટલા માટે સમયસર સિગારેટ કે બીડી છોડવી વધુ સારી છે, નહીંતર તે તમારા માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
વધુ પેઇન કિલર્સનું સેવન: આપણે જોઈએ છીએ કે થોડો દુખાવો થાય ત્યારે લોકો તરત જ પેઇન કિલર્સ ખાય છે, આવું કરવું યોગ્ય નથી. પેઇન કિલર્સનો લાંબા સમય સુધી ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે. આ હાઈ બ્લડ પ્રેશર (હાઈપરટેન્શન) અને હાર્ટ એટેકનું જોખમ વધારે છે. તેથી, વધારે પ્રમાણમાં પેઇન કિલર્સનું સેવન ન કરો.
ટાઈમસર સુવો: કેટલાક લોકો મોડી રાત સુધી જાગે છે અને પછી પૂરતી ઉંઘ પણ નથી લઈ શકતા. જો તમે પણ આવું કરો છો, તો સાવચેત રહો. કારણ કે ઓછી ઉંઘ લેવાથી સ્વાસ્થ્ય પર અસર પડે છે. તેના કારણે વ્યક્તિના વર્તનમાં ચીડિયાપણું શરૂ થાય છે, સાથે જ ડિપ્રેશનની સમસ્યા પણ વધી જાય છે. આ સિવાય ઓછી ઉંઘ પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાનું કારણ બની શકે છે. તેથી સૂવાનો સમય ઠીક કરવો અને ઓછામાં ઓછા આઠ કલાકની ઉંઘ લેવી વધુ સારું છે.