Connect Gujarat
આરોગ્ય 

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી કોરોના પોઝિટિવ અનેક ડોક્ટર પણ સંક્રમિત

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી કોરોના પોઝિટિવ અનેક ડોક્ટર પણ સંક્રમિત
X

કેન્દ્રીય સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી ડો. ભારતી પ્રવીણ પવારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તેઓ પોતે પણ MBBS ડૉક્ટર છે. છેલ્લા કેટલાક દિવસથી દેશમાં ડોક્ટર કોરોના પોઝિટિવ આવી રહ્યા છે અને એવામાં વધુ એક મંત્રી અને ડૉક્ટર એવા ડો. ભારતી પોતે પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.પોતાને આઇસોલેટ કર્યા તેમણે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તેમણે પોતાને સેલ્ફ આઈસોલેટ કરી લીધા છે અને તેમણે તેઓના સંપર્કમાં આવેલા તમામ લોકોને તપાસ કરાવવા માટે જણાવ્યું હતું.આ ઉપરાંત તેમણે લોકોને કોરોનાથી બચવા માટે કોરોનાના નિયમોનું પાલન કરવાનું પણ કહ્યું હતું. મુંબઈમાં ડોકટર કોરોનાની રડારમાં, 3 દિવસમાં 230 ડોક્ટર સંક્રમિત થયા હોવાની માહિતી મળી છે. તો સામે હરિયાણામાં પણ ડોક્ટર મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ થઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે.દેશમાં કોરોના કોહરામ મચાવી રહ્યો છે ખાસ કરીને દિલ્હી હરિયાં અને મુંબઈમાં અનેક ડોક્ટર્સ અને મંત્રીઓ તથા વરિષ્ઠ અધિકારીઓ પોઝિટિવ આવ્યા છે

Next Story