Connect Gujarat
Featured

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1035 નવા કેસ નોધાયા, 1321 દર્દીઑ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1035 નવા કેસ નોધાયા, 1321 દર્દીઑ થયા સાજા
X

રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. રાજ્યમાં આજે કોરોનાના 1035 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. અને રાજ્યમાં આજે વધુ 4 દર્દીઑના મોત થયા છે.જ્યારે રાજ્યમાં આજે 1321 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,78, 633 પર પહોંચી છે. જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3751 થયો છે. રાજ્યમાં હાલ 12,036 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 1,62,846 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 11,967 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 1035 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોપોરેશનમાં 160, સુરત કોપોરેશનમાં 152, વડોદરા કોપોરેશનમાં 76, રાજકોટ કોપોરેશનમાં 69, સુરતમાં 58, મહેસાણા 48 , રાજકોટ-40, પાટણ-38, વડોદરા 38, બનાસકાંઠા 35, જામનગર કોર્પોરેશન-25, નર્મદા-21, ગાંધીનગર કોર્પોરેશન -20, સાબરકાઠા-19, મોરબી 16, સુરેન્દ્રનગર 16, અમદાવાદમાં-15 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 4 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 1, ભરુચમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે કુલ 1321 દર્દી સાજા થયા હતા અને 51,534 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 63,65,202 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.16 ટકા છે.

Next Story