12 જ્યોતિર્લિંગનું મહત્વ : શ્રાવણ માસ દરમ્યાન અહી ઉમટે છે શિવભક્તોનું ઘોડાપૂર, વાંચો તેના પાછળની રોચક કથા

New Update
12 જ્યોતિર્લિંગનું મહત્વ : શ્રાવણ માસ દરમ્યાન અહી ઉમટે છે શિવભક્તોનું ઘોડાપૂર, વાંચો તેના પાછળની રોચક કથા

પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે, ત્યારે ભગવાન શિવના દર્શન કરવા ભક્તો અનેક શિવાલયોમાં પહોચ્યા હતા. ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ભગવાન શિવના મંદિરો આવેલા છે, અને તે સ્વયંભુ હોવાથી તેની પાછળની કથા સાથે લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે.

કહેવાય છે કે, ભગવાન શિવના દેશભરમાં અનેક મંદિરો આવેલા છે. પરંતુ આમાં 12 જ્યોતિર્લિંગનું અનેરું મહત્વ રહ્યું છે, માન્યતાઓ અનુસાર, ભગવાન શિવ આ 12 જ્યોતિર્લિંગમાં સ્વયમ બિરાજે છે, માટે તેને જ્યોતિર્લિંગ નામ આપવામાં આવ્યું છે. પુરાણો અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ જ્યોતિર્લિંગના દર્શન માત્રથી શ્રદ્ધાળુના બધા પાપ નષ્ટ થઈ જાય છે, તો અમે તમને જણાવીશું ક્યાં આવેલા છે આ 12 જ્યોતિર્લિંગ...


સોમનાથ મહાદેવ ભગવાન શિવનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવમાં આવે છે, આ મંદિર ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર ક્ષેત્રના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. શિવપુરાણ અનુસાર જ્યારે ચંદ્રની દક્ષ પ્રજાપતિને 6 રૂપ લેવા માટે શ્રાપ આપ્યો હતો, ત્યારે ચંદ્રદેવે આ સ્થાન પર તપસ્યા કરીને શ્રાપમાંથી મુક્તિ મેળવી હતી. સોમનાથ મંદિર પર મોહમ્મદ ગજનીએ સન 1024માં આશરે 5 હજાર સાથીઓ સાથે આક્રમણ કરી સંપતિ લૂંટીને નાશ કર્યો હતો. પરંતુ મંદિર આ બધી પરીસ્થિતિ પછી પણ ગુજરાતના રાજા ભીમદેવ અને માલવાના રાજા ભોજએ પુન: નિર્માણ કરાવ્યુ હતું. સન 1093માં સિદ્ધરાજ જયસિંહે પણ મંદિર નિર્માણમાં સહયોગ આપ્યો હતો. આવી રીતે 7 વખત આ મંદિર પર ચઢાઈ કરવામાં આવી હતી. જોકે, ભગવાની શિવજીના આશીર્વાદથી અત્યારે મંદિરમાં દરરોજ ભક્તોનો દર્શન માટે આવી રહ્યા છે.


હવે વાત કરીએ, બીજા નંબરના જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુનની, આ જ્યોતિલિંગ આંધ્રપ્રદેશના ક્રુષ્ણ નદીના તટે શ્રી સ્લેશ નામના પથ્થર પર બનેલું છે. આ મંદિરનું મહત્વ ભગવાન શિવના કૈલાશ પર્વતની બરાબર માનવામાં આવે છે. અનેક શાસ્ત્રોમાં આ જ્યોતિલિંગનું મહત્વ દર્શાવામાં આવ્યું છે, એટલે જ આ મંદિરમાં આખા વર્ષ દરમિયાન ભક્તોનો અવિરત પ્રવાહ દર્શન માટે આવતો જ રહે છે.



જોકે, ત્રીજા નંબરના સ્થાન પર ૐ શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. આ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ મધ્યપ્રદેશના ઉજ્જેનમાં આવેલું છે. આ જ્યોતિર્લિંગની વિશેષતાની વાત કરીએ, તો આ એક માત્ર દક્ષિણમુખી જ્યોતિર્લિંગ છે, અને અહી થનાર ભસ્મ આરતી સમગ્ર દુનિયામાં પ્રસિદ્ધ છે. કહેવાય છે કે, અહી મહાદેવની પુજા-અર્ચના કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ અને સંકટ દૂર થાય છે. શિવરાત્રિ અને શ્રાવણ માસ દરમિયાન અહી લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. 


ચોથા નંબર પર છે ઓમકારેશ્વર જ્યોતિલિંગ... આ જ્યોતિલિંગ મધ્યપ્રદેશના પ્રસિદ્ધ શહેર ઈન્દોર પાસે આવેલું છે, અને આ સ્થાન નર્મદા નદીના તટે અને પહાડોની ચારે તરફ નદી વહેવાથી ૐ આકાર બને છે, અને જ્યોતિર્લિંગ ૐ આકારનું લાગે છે, તે માટે આ સ્થાનક ઓમકારેશ્વર મહાદેવ તરીકે જાણીતું થયું છે. 


પાંચમા સ્થાન પર આવેલું છે, કેદારનાથ જ્યોતિર્લિંગ… ભગવાન શિવનું આ જ્યોતિર્લિંગ ઉત્તરાખંડમાં આવેલું છે. આ મંદિર સમુદ્ર તટથી 3200 કિમીની ઊચાઇ પર આવેલું છે. અહી દર્શન માત્રથી કૈલાશના દર્શન જેટલું ફળ મળે છે. અહી શિયાળા દરમિયાન વધારે બરફ પડવાથી મંદિરના કપાટ બંધ રહે છે. અહી ભક્તો ગરમીની સિઝનમાં અને જ્યારે કપાટ ખૂલે છે, ત્યારે દર્શન કરવા માટે આવતા હોય છે. 


છઠ્ઠા સ્થાન પર છે ભીમાશંકર જ્યોતિર્લિંગ... ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના શાહદ્રી નામના પથ્થર પર બિરાજમાન છે. ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે. આ મંદિરની માન્યતા એ છે કે, જે ભક્ત પૂરી શ્રદ્ધાથી સૂર્યોદય પછી ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરે તો તેના 7 જન્મના પાપ દૂર થઈ જાય છે, ત્યારે શ્રાવણ માસમાં ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરવાનો અનેરો મહિમા રહેલો છે.


આઠમા સ્થાન પર આવેલું છે, ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ... આ જ્યોતિર્લિંગ ગોદાવરી નદીના કિનારે મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જીલ્લામાં આવેલું છે. ભગવાન શિવનું એક નામ ત્રંબકેશ્વર પણ છે. કહેવાય છે કે, ભગવાન શિવને ગૌતમ ઋષિ અને ગોદાવરી નદી આગળ જ્યોતિર્લિંગના સ્વરૂપમાં બિરાજમાન થવું પડ્યું હતું. જેથી શ્રાવણ માસમાં ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાનું પણ અનોખુ મહત્વ રહ્યું છે.


નવમા સ્થાન પર આવેલું છે વૈજનાથ જ્યોતિર્લિંગ... આ મંદિર ઝારખંડ રાજ્યના દેવગઢ જીલ્લામાં આવેલું છે. આ મંદિર જે સ્થાન પર આવેલું છે, તેને વૈજનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માન્યતા અનુસાર, ભગવાન વિષ્ણુ દ્વારા મહાદેવને કહેવાયુ હતું કે, ભગવાન ગણેશના વૈજુ રૂપ દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવે, ત્યારથી આ સ્થળ વૈજનાથ ધામ નામથી ઓળખાશે. જોકે, શ્રાવણ માસમાં ભક્તો દૂર દૂરથી અહી દર્શન કરવા ઉમટી પડે છે.





દશમાં સ્થાન પર આવેલું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ... નાગેશ્વર જ્યોતિર્લિંગને દ્વાદશ જ્યોતિલિંગ પણ કહેવામાં આવે છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ ગુજરાતના ગોમતી-દ્વારકા પાસે આવેલું જ્યોતિર્લિંગ છે. આ સ્થાનકને દારૂકાવન પણ કહેવામાં આવે છે. જે ભક્ત નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન અને તેની ઉત્પતિ–મહાત્મય કથા સાંભળે છે, તે તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે, આ સાથે જ ભક્ત સંપૂર્ણ ભૌતિક અને અધ્યામિક્ત સુખોની પ્રાપ્તિ મેળવે છે. 


અગિયારમાં સ્થાન પર આવેલું છે રામેશ્વર જ્યોતિર્લિંગ… આ જ્યોતિર્લિંગ તામિલનાડુના રામનાથમ જિલ્લામાં આવેલું છે. સમુદ્રના કિનારે ભગવાન રામેશ્વરનું મંદિર શોભિત છે. આ મંદિર હિન્દુઓના 4 ધામોમાંથી એક છે, આ જ્યોતિર્લિંગ મન્નાર ખાડી પાસે અને ભગવાન રામનું મંદિર પણ અહી સ્થાપિત છે. જેથી શ્રાવણ માસમાં રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાનું અનોખુ મહત્વ રહ્યું છે.


હવે અંતિમ અને બારમાં સ્થાન પર આવેલું છે ધૃષ્ણેશ્વર મહાદેવ... આ ભગવાન શિવનું 12મુ જ્યોતિર્લિંગ છે. ભગવાન શિવના 12 રામેશ્વર જ્યોતિર્લિંગમાં ધૃષ્ણેશ્વર જ્યોતિલિંગને પૂર્ણ લિંગ માનવમાં આવે છે. આ રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભગવાન શિવની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. આ સ્થાનક મહારાષ્ટ્રના દોલતાબાદથી લગભગ 18 કિમી દૂર ભૈરુલઠ ગામ નજીક આવેલું છે. આ સ્થાનને શિવાલય પણ કહેવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આવેલું આ મંદિર બહુ પ્રસિદ્ધ છે. આ મંદિરનું નિર્માણ અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું, શહેરથી દૂર આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે. જેથી દૂર દૂરથી ભક્તો અહી દર્શન કરી ધન્ય થવા માટે આવે છે. 


હવે અંતિમ અને બારમાં સ્થાન પર આવેલું છે ધૃષ્ણેશ્વર મહાદેવ... આ ભગવાન શિવનું 12મુ જ્યોતિર્લિંગ છે. ભગવાન શિવના 12 રામેશ્વર જ્યોતિર્લિંગમાં ધૃષ્ણેશ્વર જ્યોતિલિંગને પૂર્ણ લિંગ માનવમાં આવે છે. આ રામેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવાથી ભગવાન શિવની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. આ સ્થાનક મહારાષ્ટ્રના દોલતાબાદથી લગભગ 18 કિમી દૂર ભૈરુલઠ ગામ નજીક આવેલું છે. આ સ્થાનને શિવાલય પણ કહેવામાં આવે છે. મહારાષ્ટ્રમાં આવેલું આ મંદિર બહુ પ્રસિદ્ધ છે. આ મંદિરનું નિર્માણ અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું, શહેરથી દૂર આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે. જેથી દૂર દૂરથી ભક્તો અહી દર્શન કરી ધન્ય થવા માટે આવે છે.













#India #ConnectGujarat #Interesting #Shravan Month #Jyotirlinga
Latest Stories