Connect Gujarat
દેશ

અમદાવાદ સહિત રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી

'મધ્ય અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય

અમદાવાદ સહિત રાજ્યમાં 3 દિવસ વરસાદની આગાહી
X

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે વધુ એક આગાહી કરતા જણાવ્યું કે, 'મધ્ય અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. ત્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં આજે વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં પણ આજથી 3 દિવસ સુધી વરસાદ વરસી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 25 જૂનથી 3 જુલાઈ સુધી વાવણીલાયક વરસાદ વરસશે. ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ વરસશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદ પડશે બીજી બાજુ દક્ષિણ ગુજરાતના જિલ્લામાં પણ હળવો વરસાદ પડશે. ઉત્તર ગુજરાતમાં અનેક જગ્યાએ હળવાથી ભારે વરસાદ થશે. ગીર સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં હળવાથી ભારે વરસાદ થશે. તો અમદાવાદ, વડોદરા, આણંદ અને પંચમહાલમાં પણ વરસાદની આગાહી કરાઇ છે. અરવલ્લી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે જૂન મહિનાના અંતમાં ગુજરાત પાણીની તરબોળ થઇ થશે ગઇકાલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ રમઝટ બોલાવી હતી. જેમાં વિસ્તારની જો વાત કરીએ તો ગઈકાલે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો હતો. સુરતમાં વરસાદી ઝાપટું પડતા વરસાદી માહોલથી લોકોને ગરમીથી રાહત મળી હતી

Next Story