Connect Gujarat
દેશ

PM મોદીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, રાજનાથ, જયશંકર સહિત અનેક મંત્રીઓ હાજર રહ્યા

યુક્રેન-રશિયા સંઘર્ષની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સુરક્ષા સંબંધિત તૈયારીઓને લઈને બેઠક યોજી હતી.

PM મોદીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, રાજનાથ, જયશંકર સહિત અનેક મંત્રીઓ હાજર રહ્યા
X

યુક્રેન-રશિયા સંઘર્ષની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સુરક્ષા સંબંધિત તૈયારીઓને લઈને બેઠક યોજી હતી. વડાપ્રધાન મોદીએ યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના સંદર્ભમાં ભારતની સુરક્ષા તૈયારીઓ અને વર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી.

આ બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ સામેલ થયા હતા. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પણ ભાગ લીધો હતો.

Next Story