• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

રાહુલ ગાંધી બાદ હવે કોંગ્રેસનું ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ થયું લોક, જાણો શું છે સમગ્ર મામલો

author-image
By Connect Gujarat 12 Aug 2021 in દેશ સમાચાર
New Update

કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું ટ્વિટર એકાઉન્ટ લૉક થવાની ઘટના બાદ ગુરુવારે કૉંગ્રેસ પાર્ટીનું અધિકૃત ટ્વિટર એકાઉન્ટ પણ લૉક થઈ ગયું છે. આ જાણકારી કૉંગ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આપી છે. આ સાથે જ પાર્ટીએ સ્ક્રિનશૉટ પણ શેર કર્યો છે. પાર્ટીનું કહેવું છે કે તે ફરી જીતશે. સાથે જ પાર્ટીએ ફેસબુક પર પણ લખ્યું છે કે, "અમે લડીશું, લડતા રહીશું."

કૉંગ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પેજ પર આ અંગે લખ્યું છે. કૉંગ્રેસ પાર્ટીએ લખ્યું છે કે, "જ્યારે અમારા નેતાઓને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા હતા, ત્યારે પણ અમે ડર્યાં ન હતા. ટ્વિટર એકાઉન્ટ બંધ કરવાથી શું ખાક ડરીશું. અમે કૉંગ્રેસ છીએ, જનતાનો સંદેશ છીએ, અમે લડીશું, અમે લડતાં રહીશું." વધુમાં લખ્યું છે કે, "જો બળાત્કાર પીડિતા બાળકીને ન્યાય અપાવવા માટે અવાજ ઉઠાવો ગુનો છે તો અમે આ ગુનો 100 વખત કરીશું. જય હિન્દ...સત્યમેવ જયતે."

ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે, "રિમાઇન્ડર: કૉંગ્રેસ પાર્ટીએ આપણા દેશની આઝાદી માટે લડાઈ લડી હતી. ફક્ત સત્ય, અહિંસા અને લોકોની ઇચ્છાથી પરિપૂર્ણ. અમે ત્યારે પણ જીત્યા હતા, અમે ફરીથી જીતીશું."


ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં નાંગલ વિસ્તારમાં નવ વર્ષની દલિત બાળકી પર બળાત્કાર બાદ હત્યાનો મુદ્દો ગાજી રહ્યો હતો ત્યારે રાહુલ ગાંધીએ આ છોકરીની ઓળખ છતી કરી દીધી હોવાનો આક્ષેપ થયો હતો. રાહુલ પીડિતા છોકરીના પરિવારને મળવા ગયા પછી તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર છોકરીનાં માતા-પિતા સાથેની પોતાની તસવીર મૂકી હતી. તેના કારણે છોકરીની ઓળખ છતી થઈ ગઈ હોવાનો દાવો કરીને એક વકીલે દિલ્હી પોલીસને રાહુલ સામે એફઆઈઆર નોંધવા અરજી આપી હતી.

આ મામલામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા સંરક્ષણ પંચે ટ્વિટરને ફરિયાદ કરી હતી અને કહ્યું હતું કે રાહુલ ગાંધીના ટ્વિટર હેન્ડલ વિરુદ્ધ કાર્યવાહી કરે. પંચે રાહુલ ગાંધીના ટ્વીટ પર કાર્યવાહી કરવાની માગણી સાથે ટ્વિટરને લખેલા પત્રમાં કહ્યું હતું કે, કોઈ પણ સગીર પીડિતાના પરિવારની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરવી કિશોર ન્યાય કાયદા, 2015ની કલમ 74 અને બાળ યૌન અપરાધ નિવારણ કાયદો (પોક્સો)ની કલમ 23નું ઉલ્લંઘન છે. આ ફરિયાદના પગલે ટ્વિટરે રાહુલ ગાંધીના એ વિવાદિત ટ્વીટને હટાવી દીધું હતું.

જોકે, ટ્વિટર તરફથી રાહુલ ગાંધીના એકાઉન્ટને અસ્થાયી રીતે બંધ કરી દેવાના સમાચાર વચ્ચે કૉંગ્રેસે બુધવારે મોડી રાત્રે દાવો કર્યો છે કે રણદીપ સુરજેવાલા સહિત પાંચ વરિષ્ઠ નેતાઓના ટ્વિટર એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

આ અંગે કૉંગ્રેસ પાર્ટીનું કહેવું છે કે અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટીના મહાસચિવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અજય માકન, લોકસભામાં પાર્ટીના સચેતક માનિકરામ ટાગોર, આસામ પ્રભારી અને પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ તથા મહિલા કૉંગ્રેસ અધ્યક્ષા સુષ્મિતા દેવનું ટ્વિટર એકાઉન્ટ લૉક કરવામાં આવ્યું છે.

#Congress #Rahul Gandhi #Twitter #Twitter Account
Related Articles
વરસાદ દેશ logo logo
LIVE

હવામાન વિભાગે બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આપી ચેતવણી

હવામાન વિભાગે શનિવારે બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આસામ, મેઘાલય અને ઉત્તર બંગાળમાં રેડ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. Featured | દેશ | સમાચાર

By Connect Gujarat Desk Aug 02 2025
Prajwal Revanna દેશ logo logo
LIVE

બળાત્કાર કેસમાં પૂર્વ સાંસદ પ્રજ્વલ રેવન્નાને આજીવન કેદની સજા, 5 લાખ રૂપિયાનો દંડ

કોર્ટે ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376(2)(K) હેઠળ દોષિત ઠેરવ્યા બાદ તેમને સજા ફટકારી છે આ સાથે, પ્રજ્વલ રેવન્નાને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.. દેશ | સમાચાર |

By Connect Gujarat Desk Aug 02 2025
Annadata Sukhibhava Yojana દેશ logo logo
LIVE

ખેડૂતોને મોટી ભેટ: આ રાજ્યએ આજે પોતાના અન્નદાતાના ખાતામાં ₹7000 જમા કરાવ્યા, વાર્ષિક 20,000 રૂપિયા મળશે.

'અન્નદાતા સુખીભવ' યોજના હેઠળ 47 લાખ ખેડૂતોને 7,000 રૂપિયાની રકમનું વિતરણ કર્યું. આ યોજના હેઠળ, દરેક ખેડૂતને દર વર્ષે 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે દેશ | સમાચાર

By Connect Gujarat Desk Aug 02 2025
Tejashvi Yadav દેશ logo logo
LIVE

તેજસ્વી યાદવે કહ્યું કે મારું નામ મતદાર યાદીમાં નથી, ચૂંટણી પંચે કહ્યું કે તેમનો દાવો ખોટો છે

RJD નેતા તેજસ્વી યાદવે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતે મહત્વપૂર્ણ માહિતી આપી. તેજસ્વી યાદવે કહ્યું, 'મારું પોતાનું નામ મતદાર યાદીમાં નથી દેશ | સમાચાર |

By Connect Gujarat Desk Aug 02 2025
Rahul Gandhi દેશ logo logo
LIVE

રાહુલ ગાંધીનો દાવો: ચૂંટણી પંચે મતદાર યાદીમાં ગોટાળા કર્યા, 5 ઓગસ્ટે બેંગલુરુમાં પુરાવા આપશે

રાહુલ ગાંધી કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં ચૂંટણી પંચ વિરુદ્ધ પુરાવા આપશે. આ સાથે, ફ્રીડમ પાર્કથી ચૂંટણી પંચના કાર્યાલય સુધી પ્રદર્શન કરવામાં આવશે સમાચાર |

By Connect Gujarat Desk Aug 02 2025
MOUNT ABU YUVAK દેશ logo logo
LIVE

અમદાવાદના યુવાનને સેલ્ફીની ઘેલછા ભારે પડી, માઉન્ટ આબુમાં 300 ફૂટ ઉંડી ખીણમાં ખાબકતા મોત

અમદાવાદના યુવાને માઉન્ટ આબુમાં સેલ્ફી લેતા સમયે જીવ ગુમાવનો વારો આવ્યો છે યુવાન સેલ્ફી લેતા સમયે 30 ફૂટ ઊંડી ખાઈમાં પડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ગુજરાત | દેશ | સમાચાર

By Connect Gujarat Desk Aug 02 2025
Latest Stories
ભાવનગર :  અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે કરાયો પ્રારંભ logo logo
LIVE

ભાવનગર :  અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે કરાયો પ્રારંભ

01
Share
Twitter Share Whatsapp LinkedIn
  • 02

    આજે છે આંતરરાષ્ટ્રીય લંગ કેન્સર દિવસ, જાણો ફેફસાનું કેન્સર થવાનું કારણ અને તેનું નિદાન

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 03

    રશિયામાં ફરી તીવ્ર ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટી નીકળ્યો, રાખ 8 કિલોમીટર ઉપર પહોંચી

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 04

    ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા અનોખો ફેશન શો યોજાયો, દુલ્હનના વસ્ત્રો પહેરી મહિલાઓએ કર્યું રેમ્પ વોક

    Share
    Twitter Share Whatsapp LinkedIn
  • 05

    વિકાસના માર્ગમાં વિજપોલની “આડસ” : રોડ વચ્ચોવચ ઊભેલા વિજ થાંભલાથી અકસ્માતોને નોતરું, દાહોદ R&B વિભાગ ભાન ભૂલ્યું..!

    Share
    Twitter Share Whatsapp LinkedIn
Read the Next Article
Powered by

Readers accessing connectgujarat.com are believed to abide by terms & conditions of our website.


Subscribe to our Newsletter!



Quick Links

  • Disclaimer
  • Privacy Policy
  • Advertisement
  • Submit Your Story
  • Contact Us
  • English Site

Latest Stories

  • ભાવનગર :  અયોધ્યા કેન્ટ સ્ટેશન સુધીની સાપ્તાહિક ટ્રેનનો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના હસ્તે કરાયો પ્રારંભ
  • આજે છે આંતરરાષ્ટ્રીય લંગ કેન્સર દિવસ, જાણો ફેફસાનું કેન્સર થવાનું કારણ અને તેનું નિદાન
  • રશિયામાં ફરી તીવ્ર ભૂકંપ બાદ જ્વાળામુખી ફાટી નીકળ્યો, રાખ 8 કિલોમીટર ઉપર પહોંચી
  • ભરૂચ: સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન દ્વારા અનોખો ફેશન શો યોજાયો, દુલ્હનના વસ્ત્રો પહેરી મહિલાઓએ કર્યું રેમ્પ વોક
  • વિકાસના માર્ગમાં વિજપોલની “આડસ” : રોડ વચ્ચોવચ ઊભેલા વિજ થાંભલાથી અકસ્માતોને નોતરું, દાહોદ R&B વિભાગ ભાન ભૂલ્યું..!
  • સુપરસ્ટાર રજનીકાંત અને બ્લોકબસ્ટર ડિરેક્ટર લોકેશ કનગરાજની જોડી પહેલીવાર સાથે આવી
  • ભરૂચ: બ્રહ્માકુમારીઝ દ્વારા રક્ષાબંધનના પર્વની આગોતરી ઉજવણી, ભાઈઓને રાખડી બાંધી વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવાય
  • પ્રોટીન પાવડર લેતા પહેલા આ વાત જાણી લો, નહી તો થઇ શકે છે ભારે નુકસાન
  • સુરત: ગ્રા.પં.ની ફોર્મ્યુલાનો ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની ચૂંટણીમાં કરાયો અમલ, સમરસ જાહેર થતા લીના દેસાઈ બન્યા પ્રમુખ


© Copyrights 2024. All rights reserved.

Powered by