Connect Gujarat
દેશ

સોનિયા ગાંધી બાદ પ્રિયંકા ગાંધી પણ કોરોના સંક્રમિત,ટ્વિટ કરી આપી જાણકારી

સોનિયા ગાંધીને સામાન્ય તાવ આવ્યો હતો. જે બાદ તેઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

સોનિયા ગાંધી બાદ પ્રિયંકા ગાંધી પણ કોરોના સંક્રમિત,ટ્વિટ કરી આપી જાણકારી
X

પ્રિયંકા ગાંધી કોવીડ સંક્રમિત થઈ ગઈ છે. આ પહેલા ગઈ કાલે જ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હોવાની ખબરો સામે આવી હતી. આ અંગે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, તેઓ કોવિડ સંક્રમિત થઈ ગયા છે. તેમના કોરોનાના હળવા લક્ષણો દેખાઈ આવ્યા છે.જને લઈને કોવિડના પ્રોટોકોલ ધ્યાનમાં રાખીને તેમણે પોતાની જાતને ઘરમાં ક્વોરોન્ટાઈન કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે, સોનિયા ગાંધી કોરોના સંક્રમિત થયા હતાં.


કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ આ અંગેની માહિતી આપી હતી. રણદીપ સુરજેવાલાએ આ પણ કહ્યું હતું કે, સોનિયા ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી જે જે નેતાઓ અને કાર્યકર્તાઓને મળ્યા હતાં. તેમાંથી ઘણા લોકો કોરોના સંક્રમિત નીકળ્યા હતાં. સુરજેવાલાના જણાવ્યા અનુસાર સોનિયા ગાંધીને બુધવારે સામાન્ય તાવ આવ્યો હતો. જે બાદ તેઓનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

સુરજેવાલાએ આશા વ્યક્ત કરી હતી કે સોનિયા 8 જૂન પહેલા ઠીક થઈ જશે. તમને જણાવી દઈએ કે 8 જૂને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તેમને પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ તપાસ નેશનલ હેરાલ્ડ સંબંધિત કેસમાં થવાની છે. સુરજેવાલાએ કહ્યું કે સોનિયા ગાંધી બે-ત્રણ દિવસમાં સ્વસ્થ થવાની આશા છે.

Next Story
Share it