Connect Gujarat
દેશ

એર ઈન્ડિયા લાવી નવી પોલિસી, હવે નિવૃત્તિ બાદ આટલા વર્ષની ઉંમર સુધી વિમાન ઉડાડવાની મળશે પરવાનગી

ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયાએ તેના પાઈલટ્સને 65 વર્ષની ઉંમર સુધી વિમાન ઉડાડવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે.

એર ઈન્ડિયા લાવી નવી પોલિસી, હવે નિવૃત્તિ બાદ આટલા વર્ષની ઉંમર સુધી વિમાન ઉડાડવાની મળશે પરવાનગી
X

ટાટા ગ્રુપની એરલાઈન એર ઈન્ડિયાએ તેના પાઈલટ્સને 65 વર્ષની ઉંમર સુધી વિમાન ઉડાડવાની મંજૂરી આપવાનો નિર્ણય કર્યો છે. આ માટે કંપની નવી પોલિસી લઈને આવી છે. નવી નીતિ મુજબ, એર ઈન્ડિયા નિવૃત્તિ પછી પાંચ વર્ષના સમયગાળા માટે કોન્ટ્રાક્ટના ધોરણે તેના પસંદ કરેલા પાઈલટોને સેવાનો વિસ્તાર કરશે. આ કરાર 65 વર્ષની ઉંમર સુધી લંબાવી શકાય છે. ટાટા ગ્રુપના આંતરિક દસ્તાવેજોમાંથી મળેલી માહિતી અનુસાર, કંપનીએ આ નિર્ણય તેના કાફલાના વિસ્તરણ યોજનાને ધ્યાનમાં રાખીને લીધો છે.

એર ઈન્ડિયાના માનવ સંસાધન વિભાગના વડા દ્વારા જારી કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "એર ઈન્ડિયાના પાઈલટ હાલમાં 58 વર્ષની વયે નિવૃત્ત થાય છે, કંપની ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ 65 વર્ષની ઉંમર પાઈલટોને એરક્રાફ્ટ ઉડાડવાની મંજૂરી આપી છે.

Next Story