Connect Gujarat
દેશ

અખિલેશ યાદવની ઉત્તરપ્રદેશની ચૂંટણીને લઈ મોટી જાહેરાત,જાતે ચૂંટણી નહીં લડે

અખિલેશની ચૂંટણી ન લડવાની જાહેરાતથી રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. ઘણા રાજકીય નિષ્ણાંતોને લાગી રહ્યું છે કે અખિલેશને હારવાનો ડર હોવાથી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.

અખિલેશ યાદવની ઉત્તરપ્રદેશની ચૂંટણીને લઈ મોટી જાહેરાત,જાતે ચૂંટણી નહીં લડે
X

યુપીમાં 2022 ની શરુઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે પરંતુ તે પહેલા અખિલેશની ચૂંટણી ન લડવાની જાહેરાતથી રાજનીતિમાં ભૂકંપ સર્જાયો છે. ઘણા રાજકીય નિષ્ણાંતોને લાગી રહ્યું છે કે અખિલેશને હારવાનો ડર હોવાથી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે.અખિલેશ હાલમાં આઝમગઢથી સપાના સાંસદ છે અને સાથે સાથે યુપીના સીએમનો ચહેરો પણ છે. અખિલેશ યાદવે એમ પણ કહ્યું હતું કે, યુપી ચૂંટણી 2022 માટે તેમની અને રાષ્ટ્રીય લોકદળ (આરએલડી) વચ્ચે ગઠબંધનને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

અમુક બેઠકો અંગે વાતચીત ચાલી રહી છે અખિલેશે કહ્યું કે, "આરએલડી સાથે અમારું જોડાણ મજબૂત થયું છે. તમામ બેઠકો વહેંચવાની છે." અખિલેશનું આ નિવેદન એવા સમયે આવ્યું જ્યારે રવિવારે આરએલડીના જયંત ચૌધરીએ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જેના કારણે યુપીમાં ગઠબંધનનું સમીકરણ બદલવાની અટકળો ચાલી રહી હતી. કાકા શિવપાલ યાદવની પ્રગતિશીલ સમાજવાદી પાર્ટી લોહિયા (પીએસપીએલ) વિધાનસભાની ચૂંટણીમાં સપા સાથે આવી શકે છે? આ સવાલ પર અખિલેશે કહ્યું કે, 'મને તેની સાથે કોઈ વાંધો નથી. તેમને અને તેમના સાથીઓને યોગ્ય સન્માન આપવામાં આવશે."

Next Story