હવે ચિકનગુનિયાથી મળશે મુક્તિ, ભારત બાયોટેકે શરૂ કર્યુ રસીનું પરિક્ષણ

New Update

ભારત બાયોટેકના મેનેજિંગ ડિરેક્ટર ડો.કૃષ્ણ એલ્લાએ જણાવ્યું હતું કે, પબ્લિક હેલ્થ કેરમાં મહામારીની તૈયારી એ મહત્વનું પગલું છે. ભારત બાયોટેકની વેક્સીન ઘણા સંશોધન બાદ તૈયાર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય રસી સંસ્થા અને ભારત બાયોટેકે બુધવારે ચિકનગુનિયાની રસીનું 2 અને 3 તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

Advertisment

IVI ભારત બાયોટેકની ભાગીદારીમાં ગ્લોબલ ચિકનગુનિયા વેક્સીન ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ કન્સોર્ટિયમનું નેતૃત્વ કરી રહ્યું છે. આ કાર્યક્રમ કોલિશન ફોર એપિડેમિક પ્રિપેરેડનેસ ઇનોવેશનને ભારત બાયોટેક્નોલોજી વિભાગના Ind-CEPI દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ઇન્ટરનેશનલ વેક્સીન ઇન્સ્ટિટ્યૂટએ કહ્યું છે કે તે આ 2/3 ફેઝના ટ્રાયલ દ્વારા ચિકનગુનિયા રસી BBV87 ની ક્લિનિકલ ટ્રાયલ આગળ વધારી રહી છે. આ ટ્રાયલ 5 દેશોમાં 9 સ્થળોએ કરવામાં આવશે, જેમાં તંદુરસ્ત પુખ્ત વયના લોકોને બે ડોઝ આપવામાં આવશે અને તેની સલામતી અને અસરકારકતાની ખાતરી કરવામાં આવશે.

કોસ્ટારિકા ઉપરાંત સપ્ટેમ્બરમાં પનામા, કોલંબિયા, થાઈલેન્ડ અને ગ્વાટેમાલામાં તેના ટ્રાયલ થવાની અપેક્ષા છે. ઓફિસિયલ પ્રેસરીલિઝ અનુસાર, BBV87 રસીની પ્રી-ક્લિનિકલ ટ્રાયલ પૂર્ણ થઈ ગઈ છે. ભારતમાં ફેઝ -1 ક્લિનિકલ ટ્રાયલમાં રસીના ખૂબ જ સકારાત્મક પરિણામો આવ્યા હતા. આ વેક્સીન વાયરસના નિષ્ક્રિય ભાગને લઈને વિકસિત પદ્ધતિ પર આધારિત છે. આ રસી નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતી અને ગર્ભવતી મહિલાઓ માટે સલામત છે. ચિકનગુનિયા માદા એડીસ મચ્છરના કરડવાથી ફેલાય છે. તે તાવ, સાંધાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો, થાક, ફોલ્લીઓ જેવા લક્ષણોનું કારણ બને છે. આંતરરાષ્ટ્રીય રસી સંસ્થાના જણાવ્યા અનુસાર, વિશ્વના 43 દેશોમાં ચિકનગુનિયાના 34 લાખથી વધુ કેસ નોંધાયા છે.

Advertisment