Connect Gujarat
દેશ

સી.એમ.ભુપેન્દ્ર પટેલ દિલ્હીના શરણે, પી.એમ.મોદી સહિત અનેક નેતાઓ સાથે કરી મુલાકાત

સી.એમ.ભુપેન્દ્ર પટેલ દિલ્હીના શરણે, પી.એમ.મોદી સહિત અનેક નેતાઓ સાથે કરી મુલાકાત
X

મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ આજે પહેલી વખત દિલ્હી પ્રવાસે પહોંચ્યા હતા .તેઓ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત મોટા નેતા સાથે મુલાકાત કરી હતી.

તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પણ ઔપચારિક મુલાકાત કરી હતીરાજ્યના નવા મુખ્યમંત્રી આજે એક દિવસની દિલ્હી યાત્રા પર છે જ્યા તેઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.

મુખ્યમંત્રી બન્યા બાદ આ તેમની પહેલી દિલ્હી યાત્રા છે. તેથી એવું માનવામાં આવી રહ્યું કે દિલ્હી મુલાકાત બાદ તેઓ કોઈ મોટો નિર્ણય લઈ શકે છે તેઓ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા તો આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની પણ મુલાકાત કરી હતી.

ત્યારબાદ તેઓ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને મળ્યા હતા આમ બીજેપીના અને કદાવર અને વરિષ્ઠ મંત્રીઓ સાથે મુલાકાત કરી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રકાશ નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી પાર્ટી તરફથી આ મુલાકાતને શુભેચ્છા મુલાકાત ગણાવવા આવી રહી છે.

Next Story