Connect Gujarat
દેશ

વાયબ્રન્ટ સમિટ પહેલા CM ભુપેન્દ્ર પટેલની મુંબઈમાં વન ટુ વન બેઠક, કરોડના મૂડી રોકાણની આશા

વાયબ્રન્ટ સમિટ 2022ના રોડ-શો અન્વયે મુંબઈની મુલાકાત દરમ્યાન અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કર્યો

વાયબ્રન્ટ સમિટ પહેલા CM ભુપેન્દ્ર પટેલની મુંબઈમાં વન ટુ વન બેઠક, કરોડના મૂડી રોકાણની આશા
X

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ સમિટ 2022ના રોડ-શો અન્વયે મુંબઈની મુલાકાત દરમ્યાન અગ્રણી ઉદ્યોગ રોકાણકારો સાથે વન ટુ વન બેઠકથી દિવસનો પ્રારંભ કર્યો હતો. મુખ્યમંત્રી અને ટાટા સન્સના ચેરમેન નટરાજ ચંદ્રશેખરે ગુજરાતમાં આગામી 2 વર્ષમાં ટાટા મોટર્સના સાણંદના પ્લાન્ટમાં નવા રોકાણો અંગે માહિતી આપી હતી. તેમણે ટાટા હોટેલ્સ દ્વારા કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હોટલ નિર્માણમાં પણ આગામી સમયમાં આગળ વધશે તેવી તત્પરતા વ્યક્ત કરી હતી.

રાજ્યના ભુપેન્દ્ર પટેલ સાથે કોટક મહિન્દ્રા બેંકના એમડી અને સીઈઓ ઉદય કોટકે વન ટુ વન બેઠક યોજીને ગુજરાતે સાધેલી વિકાસમય પ્રગતિની પ્રશંસા કરી હતી. ખાસ કરીને ગિફ્ટ સિટીમાં ફાઇનાન્સ અને બેન્કિગ સેક્ટર માટે જે અદ્યતન સુવિધા વિકસી છે, તે આ સેકટરના રોકાણકારો માટે વિશાળ તકો પૂરી પાડે છે તેમ જણાવ્યું હતું. ઉદય કોટકે પોતે ગુજરાતી હોવાના નાતે ગુજરાતના વધુ ગતિશીલ વિકાસમાં અને સમાજ હિત કામોમાં પોતાની સહભાગિતા માટે પણ ઉત્સુકતા દર્શાવી હતી. સન ફાર્માના દિલીપ સંઘવીએ વન ટુ વન બેઠકમાં ગુજરાતમાં ફાર્મા સેક્ટરમાં તેમના રોકાણ અંગે મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા. આ સેકટરમાં તેઓ વધુ વ્યાપક સ્તરે રોકાણો કરવાના છે, તેનાંથી પણ મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા. આમ વાયબ્રન્ટ સમિટ પહેલા દેશના મોટા ઉદ્યોગપતિઓ સાથે CMએ વન ટુ વન સાથે બેઠક કરી રહ્યા છે.

Next Story