Connect Gujarat
દેશ

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પી.એમ.મોદીના વખાણ કરતાં સરદાર પટેલ સાથે કરી સરખામણી

કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ફરી એકવખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.થરુરનું માનવું છે

કોંગ્રેસના સાંસદ શશી થરૂરે પી.એમ.મોદીના વખાણ કરતાં સરદાર પટેલ સાથે કરી સરખામણી
X

કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ફરી એકવખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા.થરુરનું માનવું છે કે, સરદાર વલ્લભભાઈ પટેલ એક રાષ્ટ્રીય અપીલ અને ગુજરાતીઓનું પ્રતિનિધિત્વ કરતા હતા અને નરેન્દ્ર મોદી પણ એવું જ કરી રહ્યા છે. થરૂરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક ચતુર રાજનેતા ગણાવ્યા હતા. આ વાત તેમણે પોતાના પુસ્તક 'Pride, Prejudice and Punditry: The Essential Shashi Tharoor' માં લખી છે. શરૂરે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે, નરેન્દ્ર મોદી ચતુર રાજનેતા છે જેમણે ગુજરાતીઓ અને ખાસ કરીને મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલથી અલગ છાપ ઉભી કરી છે. જેની શરૂઆત 2014થી આ છાપ બનાવવાની શરૂઆત થઈ ચૂકી હતી, જ્યારે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સરદાર પટેલની વિરાસત પર આક્રમક રીતે દાવો કર્યો હતો. થરૂરે લખ્યું કે, પાર્ટી લાઈનથી અલગ જતા મોદીએ 600 ફૂટ ઊંચી સરદાર પટેલની મૂર્તિ માટે દેશભરના ખેડૂતોને લોખંડ દાનમાં આપવા માટે અપીલ કરી હતી. આ મૂર્તિ દુનિયામાં સૌથી ઊંચી છે જેણે સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને પણ નાની ગણાવી છે. થરૂરે લખ્યું કે, 2002માં તોફાનો બાદ નરેન્દ્ર મોદીની છબિ ખરડાઈ હતી, જો કે, ત્યારબાદ તેમણે પટેલની જેમ કઠોર અને નિર્ણાયક કાર્યવાહી કરનારા નેતા તરીકે પોતાને રજૂ કર્યા હતા. જો કે, તેમણે એવું પણ આલેખ્યું છે કે, મોટું ધર્મ સંકટ એ છે કે, મોદી જેવા સ્વઘોષિત હિંદૂ રાષ્ટ્રવાદી પોતાને ગાંધીવાદી નેતા ગણાવી રહ્યા છે. જેમણે ક્યારેય પોતાના ભારતીય રાષ્ટ્રવાદને ધાર્મિક લેબલ સાથે નથી દેખાડ્યો. તેમણે વધુમાં લખ્યું કે, સરદાર ધર્મ અને જાતિથી હટીને તમામ માટે સમાન અધિકારોમાં વિશ્વાસ રાખતા હતા.

Next Story