Connect Gujarat
દેશ

કોરોનાનો "કહેર" : દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.69 લાખ નવા કેસ નોંધાયા…

કોરોનાનો કહેર : દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.69 લાખ નવા કેસ નોંધાયા…
X

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,69,046 કોરોનાના નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1,22,311 લોકો સાજા થયા છે. તેમજ 309 લોકોના મોત થયા છે, ત્યારે હાલ એક્ટિવ કેસની સંખ્યા એટલે કે, સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 1,30,785નો વધારો નોંધાયો છે.

દેશમાં હાલ 15.42 લાખ જેટલા એક્ટિવ કેસ છે. જોકે, ત્રીજી લહેરમાં પ્રથમ વખત એક્ટિવ કેસ 15 લાખને પાર થઈ ગયા છે. આ પહેલાં 2.68 લાખ લોકો સંક્રમિત થયા હતા. દેશમાં અત્યાર સુધીમાં કુલ 3.71 કરોડ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ગયા છે, જેમાંથી 3.50 કરોડ લોકો સ્વસ્થ થઈ ગયા છે. સાથે જ અત્યારસુધીમાં 4,86,061 લોકોના મોત થઈ ચૂક્યા છે.

કોરોના મહામારીનું સંક્રમણ દેશભરમાં ફેલાયું છે, ત્યારે પુડુચેરીના પૂર્વ CM વી. નારાયણસ્વામી પણ કોરોના પોઝિટિવ થયા છે. એક તરફ તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં 81 પોલીસકર્મીઓ પોઝિટિવ મળ્યા છે. હવે અહીં પોઝિટિવ પોલીસકર્મીઓની સંખ્યા વધીને 1312 થઈ ગઈ છે, જ્યારે કોરોનાને કારણે અત્યારસુધીમાં 126 પોલીસકર્મીઓનાં મોત થયાં છે. ઝારખંડમાં કોરોના પ્રતિબંધોને 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યા છે. કોરોનાના વધતા જતા કેસોને જોતાં અહીં 3 જાન્યુઆરીથી પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા હતા. દેશમાં તા. 1 જાન્યુઆરીએ એક્ટિવ કેસની કુલ સંખ્યા 1,22,801 હતી. જે માત્ર 15 દિવસમાં જ વધીને લગભગ 12.5 ગણા એક્ટિવ કેસ થઈ ગયા છે.

Next Story