કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદી)ના મહાસચિવ સીતારામ યેચુરીની હાલત ગંભીર છે. તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને 19 ઓગસ્ટના રોજ ખૂબ જ તાવ આવતાં દિલ્હી AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા. 23 દિવસથી તેમની સારવાર ચાલી રહી છે.
CPI(M) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'કોમરેડ સીતારામ યેચુરીને શ્વાસનળીમાં ભારે ઈન્ફેક્શનન થયું છે. ડોક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી છે અને તેની સ્થિતિ પર નજર રાખી રહી છે.સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, તેમને 19 ઓગસ્ટના રોજ ભારે તાવ આવતાં એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. 72 વર્ષીય CPMના નેતાનું પણ હાલમાં મોતિયાનું ઓપરેશન કરાયું હતું.