Connect Gujarat
દેશ

સાયરસ મિસ્ત્રી અકસ્માત મામલો,બેદરકારી ઓવરસ્પીડ ચાર્જશીટમાં મુખ્ય મુદ્દા

સાયરસ મિસ્ત્રીનું 4 સપ્ટેમ્બર 2022ના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું.

સાયરસ મિસ્ત્રી અકસ્માત મામલો,બેદરકારી ઓવરસ્પીડ ચાર્જશીટમાં મુખ્ય મુદ્દા
X

મહારાષ્ટ્ર પાલઘર પોલીસે ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રી માર્ગ અકસ્માતમાં મૃત્યુ ના સંબંધમાં ચાર્જશીટ દાખલ કરી છે.152 પાનાની આ ચાર્જશીટમાં પોલીસે અકસ્માત માટે બેદરકારી અને ઓવરસ્પીડ મુખ્ય મુદ્દાઓ ગણાવ્યા છે.સાયરસ મિસ્ત્રીને 4 સપ્ટેમ્બર 2022ના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. મિસ્ત્રી ના મિત્ર જહાંગીર દિનશા પંડોલેનું પણ આ અકસ્માતમાં નિધન થયું હતું. જણાવી દઈએ કે, મિસ્ત્રી મર્સિડીઝ બેન્ઝ GLC 220 D 4MATIC માં મુસાફરી કરી રહ્યા હતા. મુંબઈની ગાયનેકોલોજિસ્ટ અનાહિતા પંડોલે આ કાર ચલાવી રહી હતી.

તેની બાજુમાં તેનો પતિ ડેરિયસ પંડોલે બેઠા હતા. કારની પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા સીટ બેલ્ટ પહેર્યો ન હતો અને આ જ તેમના મૃત્યુનું કારણ માનવામાં આવે છે. જ્યારે આગળની સીટ પર બેઠેલા અનાહિતા અને ડેરિયસ સીટ બેલ્ટ પહેર્યા હતા, આથી તેનો જીવ બચી ગયો હતો. પરંતુ ચાર્જશીટમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અનાહિતા પંડોલે પેલ્વિક સીટ બેલ્ટ પહેર્યો ન હતો. આ અકસ્માતમાં અનાહિતા અને તેનો પતિ ડેરિયસ ગંભીર રીતે ઘાયલ થયા હતા અનાહિતા પંડોળી પર ટ્રાફિકના નિયમો તોડવા નો ઈતિહાસ છે.2020થી અત્યાર સુધીમાં ઘણી વખત તેમની ઓવર-સ્પીડિંગ માટે ચલણ કાપવામાં આવ્યા છે. પાલઘરના પોલીસ અધિક્ષક બાળાસાહેબ પાટિલે કહ્યું હતું કે, 'ડૉ. અનાહિતા હાઇ સ્પીડમાં ડ્રાઇવિંગ કરતી વખતે ઓછામાં ઓછી સાત વખત સ્પીડ કેમેરામાં કેદ થઈ છે..

Next Story