Connect Gujarat
દેશ

બેન્કના કામ માટે નિકળ્યા છો તો વાંચી લો આ સમાચાર,દેશના અલગ અલગ ભાગોમાં બેન્ક 5 દિવસ બંધ રહેશે

ભારતીય રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે આ અઠવાડિયે દેશભરમાં પાંચ દિવસ સુધી બેંક બંધ રહેશે.

બેન્કના કામ માટે નિકળ્યા છો તો વાંચી લો આ સમાચાર,દેશના અલગ અલગ ભાગોમાં બેન્ક 5 દિવસ બંધ રહેશે
X

ઓક્ટોબર મહિના રજાઓનો મહિનો છે. મોટા તહેવાર આ મહિનામાં આવી રહ્યા છે. ભારતીય રિઝર્વ બેંક તરફથી જાહેર કરવામાં આવેલી યાદી પ્રમાણે આ અઠવાડિયે દેશભરમાં પાંચ દિવસ સુધી બેંક બંધ રહેશે. ઓક્ટોબર મહિનામાં બાકીના દિવસોમાં અલગ અલગ ઝોન પ્રમાણે કુલ સાત રજા રહેશે. આ રજાઓમાં રવિવાર અને બીજો શનિવાર સામેલ છે. ઓક્ટોબરમાં અનેક તહેવાર હોવાથી આ મહિના રજાઓની યાદી જરા લાંબી છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવતી યાદી રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. એટલે કે કોઈ દિવસે એક રાજ્યમાં જે તે દિવસે રજા હોય તો બીજા રાજ્યમાં એ દિવસ બેંકો ચાલુ હોય તેવું પણ બની શકે છે. આથી જો તમે બેંકના કામ માટે બહાર જઈ રહ્યા છો તો ઘરેથી નીકળતા પહેલા બેંક રજાઓની યાદી પર એક નજર કરી લો તે સલાહભર્યું છે. આવું કરવાથી તમને ધક્કો નહીં પડે. ઉલ્લેખનીય છે કે દર રવિવાર અને બીજા અને ચૌથી શનિવારે આખા દેશમાં બેંક બંધ રહે છે. આ ઉપરાંત અલગ અલગ તહેવાર પ્રમાણે રાજ્યમાં બેંકો બંધ રહેતી હોય છે.

1) October 19 - ઈદ-એ-મિલાદ (અમદાવાદ, બેલાપુર, ભોપાલ, ચેન્નાઈ, દેહરાદૂન, હૈદરાબાદ, ઇમ્ફાલ, જમ્મુ, કાનપુર, કોચી, લખનઉ, મુંબઈ, નાગપુર, ની દિલ્હી, રાયપુર, રાંચી, શ્રીનગર, થિરુવનંતપુરમ)

2) October 20 - મહર્ષી વાલ્મિકી જયંતી/લક્ષ્મી પૂજા/ઇદ-મિલાદ (અગરતલા, બેંગલુરુ, ચંદીગઢ, કોલકાતા, શિમલા)

3) October 22 - શુક્રવાર (જમ્મુ, શ્રીનગર)

4) October 23 - ચોથો શનિવાર

5) October 24 - રવિવાર

6) October 26 - Accession Day (જમ્મુ, શ્રીનગર)

7) October 31 - રવિવાર

Next Story